News Continuous Bureau | Mumbai
International Kite Festival: સુરત ( Surat ) શહેરની ઉત્સવપ્રિય અને પતંગપ્રિય જનતા માટે તા.૧૦મી જાન્યુ.એ અડાજણ રિવરફ્રન્ટની ( Adajan Riverfront ) બાજુના પ્લોટ, જુનો અડાજણ રોડ ખાતે પતંગ મહોત્સવનું ( Kite festival ) આયોજન કરાયું છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકના ( ayush oak ) અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ કાઇટ ફેસ્ટિવલની પૂર્વ તૈયારીઓ અને તેના સુચારૂ આયોજન અંગે જુદા-જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે કામગીરીની સમીક્ષા કરી હતી.
કલેકટરશ્રીએ રાજ્ય પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ પતંગ મહોત્સવને સફળ બનાવવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એમ કહી મહોત્સવને સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી.
પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના ૫૦ થી વધુ પતંગબાજો ( Kite fliers ) ભાગ લેશે, જેમના અવનવા પતંગોના કરતબો માણવાની સોનેરી તક મળી રહેશે. ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો ઉપરાંત ભારતમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે. ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ અંતિમ તબક્કામાં છે એમ તેમણે જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : IPL 2024: શું આ વખતે પણ IPL ભારતમાં નહીં રમાય!? જાણો શા માટે બની રહી છે આવી શક્યતાઓ..
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા, નિવાસી અધિક કલેક્ટરશ્રી વિજય રબારી, સિટી પ્રાંત-સુરત નાયબ કલેક્ટરશ્રી વી.જે.ભંડારી, મનપા નાયબ કમિશ્નરશ્રી ગાયત્રી જરીવાલા, સિનિયર પ્રવાસન અધિકારીશ્રી તુલસી હાંસોટી, માર્ગ અને મકાન વિભાગ સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.