News Continuous Bureau | Mumbai
Surat: તા.૧૦ જાન્યુ. થી ૩૧ મી જાન્યુ. દરમિયાન સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ( rural areas ) જન-પ્રતિનિધિઓની આગેવાની અને મહત્તમ લોકભાગીદારી થકી ‘સ્વચ્છતા હી સેવા’ ( swachhata hi seva ) અંતર્ગત ‘ગાર્બેજ ફ્રી ભારત’ની ( Garbage free India) થીમ પર સઘન સ્વચ્છતા ઝુંબેશ ( Cleanliness campaign ) યોજાશે. જિલ્લાના તમામ ગ્રામીણ વિસ્તાના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, દરિયા કિનારાના ગામો તથા પર્યટન સ્થળો, પ્રાણી સંગ્રહાલયો, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, ઐતિહાસિક સ્મારકો, હેરિટેજ સ્થળો, નદી કિનારા, ઘાટ, તેમજ નાળા જેવા સ્થળો પર સ્વચ્છતા પ્રવૃત્તિઓ યોજાશે. જિલ્લા વહીવટીતંત્ર ( District Administration ) દ્વારા જિલ્લાના સૌ નાગરિકોને આ મહા-શ્રમદાનમાં જોડાવવા અનુરોધ છે. ઘરથી ગામ, ગામથી તાલુકો, તાલુકા થી જિલ્લો, જિલ્લાથી રાજ્ય અને રાજ્યથી દેશને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: પંકજા મુંડેની મુશ્કેલીઓ વધી .. હવે બેંક દ્વારા આ મામલામાં પિતા દ્વાર સ્થાપિત સુગર ફેક્ટરીની થશે હરાજી….
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.