News Continuous Bureau | Mumbai
Ayodhya Ram mandir: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નો ભવ્ય સમારોહ યોજાશે. આ સમયે અયોધ્યા માં પૂર જોશ માં તૈયારીઓ ચાલી રહી છે. આ સમારોહ માં ભાગ લેવા બોલિવૂડ, ટોલિવૂડ, ટીવી તેમજ રાજકારણીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પહેલા રામાનંદ સાગર ની લોપરીય સિરિયલ રામાયણ માં ભગવાન શ્રી રામ ની ભૂમિકામાં જોવા મળેલા અભિનેતા અરુણ ગોવિલ અને માતા સીતા ની ભૂમિકા માં જોવા મળેલી અભિનેત્રી દીપિકા ચીખલીયા ને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ સિરિયલ માં લક્ષ્મણ ની ભૂમિકામાં જોવા મળેલા અભિનેતા સુનિલ લહરી ને આમંત્રણ નહોતું મળ્યું. હવે સુનિલ લહરી ને તેમના જન્મદિવસ પર રામ લલ્લાના અભિષેક માટે આમંત્રણ મળ્યું છે.
સુનિલ લહરી એ વ્યક્ત કરી ખુશી
રામાનંદ સાગર ની સિરિયલ રામાયણ માં લક્ષ્મણ ની ભૂમિકા ભજવનાર અભિનેતા સુનિલ લહરી ને અયોધ્યા માં રામ લલ્લા ના અભિષેક માટે આમંત્રણ મળ્યું છે. આ આમંત્રણ મળતા સુનિલ લહરી એ પોતાની ખુશી વ્યક્ત કરી હતી અભિનેતા એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. સુનિલ લહરી એ ભગવાન રામ, તેમજ રામ મંદિર સમિતિ સહિત તેમના ચાહકો અને રામાનંદ સાગર નો આભાર માન્યો છે.
आज मेरे जन्म दिन पर जो अनमोल गिफ्ट आप लोगों ने मुझे दिया है राम जी द्वार उसके लिए दिल से आप सभी का धन्यवाद जानना चाहते हैं क्या गिफ्ट है तो वीडियो देखिये🙏 pic.twitter.com/ObKUjHO1o9
— Sunil lahri (@LahriSunil) January 9, 2024
આ પહેલા સુનીલ લહરી એ રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ ન મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Animal: એનિમલ ‘ના’ જોઈ હોય તેમના માટે મોટા સમાચાર, ફિલ્મ ના મેકર્સે આપી શાનદાર ઓફર, માત્ર આટલા રૂપિયામાં જોઈ શકશો રણબીર કપૂર ની ફિલ્મ