Abhishek bachchan on Aishwarya rai: અભિષેક બચ્ચને ખોલી ઐશ્વર્યા રાય ની પોલ, આ કારણ થી જુનિયર બી ને અભિનેત્રી સાથે સ્ટેડિયમ માં મેચ જોવી નથી પસંદ

Abhishek bachchan on Aishwarya rai: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા બચ્ચન ના અલગ થવાના સમાચાર હાલ ચર્ચામાં છે. આ દરમિયાન અભિષેક બચ્ચન નો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તે ઐશ્વર્યા રાય વિશે વાત કરતો જોવા મળ્યો હતો.

by Zalak Parikh
abhishek bachchan called aishwarya football hooligan recalled her reaction to their date at match

News Continuous Bureau | Mumbai

Abhishek bachchan on Aishwarya rai: અભિષેક બચ્ચન ની કબડ્ડી ટિમ ને સપોર્ટ કરવા પત્ની ઐશ્વર્યા, પુત્રી આરાધ્યા અને પિતા અમિતાભ બચ્ચન સ્ટેડિયમ માં આવ્યા હતા. આ દરમિયાન, ચાહકો બચ્ચન પરિવારને સાથે જોઈને ખૂબ ખુશ હતા કારણ કે લાંબા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે અભિષેક અને ઐશ્વર્યા અલગ થવાના છે. આવી સ્થિતિમાં બચ્ચન પરિવારને એકસાથે જોઈને ચાહકો ખુશ છે. હવે આ દરમિયાન,અભિષેક બચ્ચન નું એક ખૂબ જ આશ્ચર્યજનક નિવેદન સામે આવી રહ્યું છે જેમાં તેણે કહ્યું હતું કે તે તેની પત્ની ઐશ્વર્યા સાથે લાઇવ મેચ જોવા માટે સ્ટેડિયમ માં કેમ વહેલો નથી પહોંચતો. અભિષેક નું આ નિવેદન સાંભળીને તમને પણ હસું આવશે. 

 

અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાય વિશે કહી આવી વાત 

અભિષેક બચ્ચન નો એક ઇન્ટરવ્યૂ વાયરલ થઇ રહ્યો છે જેમાં અભિષેકે ફૂટબોલ મેચ દરમિયાન ઐશ્વર્યા સાથેની તેની પ્રથમ ડેટની યાદો શેર કરી હતી. અભિષેક બચ્ચને કહ્યું તેને ઐશ્વર્યા સાથે  ફૂટબોલ મેચ જોઈ હતી. આ સમય દરમિયાન, એશ સંપૂર્ણપણે રમતમાં આવી ગઈ અને ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ. આટલું જ નહીં, અભિષેકે એમ પણ કહ્યું કે ઐશ્વર્યાને મેચમાં લઈ જવી તેના માટે મુશ્કેલ બની ગઈ છે કારણ કે તે ચીસો પાડવા લાગે છે. અભિષેક બચ્ચને આ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘તે રમતમાં સંપૂર્ણપણે ડૂબી જાય છે અને હવે તેને ક્યાંય લઈ જવી મુશ્કેલ થઈ ગઈ છે કારણ કે તે ખેલાડીઓ પર બૂમો પાડવા લાગે છે’.

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 ના ઘરમાંથી બહાર આવતા જ વિકી જૈન ની માતા એ કર્યો મોટો ખુલાસો, અંકિતા અને વિકી જૈન ના લગ્ન વિશે કહી આવી વાત

તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચન ફૂટબોલ ફ્રેન્ચાઈઝી ચેન્નઈ એફસીના માલિક છે. આ સિવાય અભિષેક બચ્ચન પ્રો કબડ્ડી ટીમ જયપુર પિંક પેન્થર્સનો પણ માલિક છે. અભિષેકને અભિનયની સાથે આઉટડોર ગેમ્સમાં પણ ઘણો રસ છે. અભિષેકની સાથે તેની પત્ની ઐશ્વર્યા રાયને પણ સ્પોર્ટ્સ પસંદ છે.

 

Join Our WhatsApp Community

You may also like