News Continuous Bureau | Mumbai
Rakhi sawant: રાખી સાવંત તેના અંગત જીવન ને કારણે ઘણી ચર્ચામાં રહે છે. રાખી સાવંતે તેના પૂર્વ પતિ આદિલ ખાન પર મારપીટ અને ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો, જેના પછી આદિલે જેલના સળિયા પાછળ જવું પડ્યું હતું.હવે આદિલ જેલ ની બહાર છે અને તેને રાખી સાવંત પર તેની કેટલીક ખાનગી બાબતોને સરક્યુલેટ કરવા તેમજ તેના સેક્સ્યુઅલ વીડિયો મીડિયા ચેનલો પર લીક કરવા બાબતે કેસ કર્યો હતો. રાખી ની આ કેસ માં ધરપકડ ના થાય તેના માટે અભિનેત્રી એ મુંબઈની દિંડોશી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: ‘ઈન્ડિયન ઓફ ધ યર’ નો એવોર્ડ મળતા ભાવુક થયો શાહરુખ ખાન, વાયરલ થઇ કિંગ ખાન ની ઈમોશનલ સ્પીચ
રાખી સાવંત ની જામીન અરજી ફગાવી દેવામાં આવી
રાખી સાવંત ની ની જામીન અરજી ફગાવી દેતા સેશન્સ કોર્ટના જજે કહ્યું- ‘રાખીએ જે કર્યું તે ખોટું હતું. તેણીએ જે રીતે તેના પૂર્વ પતિના વિડીયો સરક્યુલેટ કર્યા તે ખોટું પગલું છે. રાખી સામે આવો જ એક કેસ પેન્ડિંગ છે. તેથી તેની જામીન અરજી ફગાવી દેવામાં આવે છે. આ કેસમાં કોઈને પણ છૂટ આપવી યોગ્ય નથી.’ આ ઉપરાંત જજ સાહેબે એ પણ કહ્યું કે, ‘પોલીસ એ ઉપકરણોને જપ્ત કરી શકી નથી કે જેના દ્વારા રાખીએ આ વસ્તુઓને સરક્યુલેટ કરી છે. ઉપકરણો હજુ પણ રાખી પાસે છે. તેણે કશું જ રજૂ કર્યું નથી.’