Mumbai: મુંબઈની 37 વર્ષીય અભિનેત્રીના મોર્ફ કરેલ નગ્ન ફોટા પરિવાર અને મિત્રોમાં થયા વાયરલ.. પોલીસ તપાસ ચાલુ..

Mumbai: 37 વર્ષીય એક અભિનેત્રીના મોર્ફ કરેલા નગ્ન ફોટો તેના મિત્રોને સોશ્યલ મિડીયામાં કોઈ અજાણ્યા એકાઉન્ટ પરથી મોકલવામાં આવ્યા હતા. તેમજ તેના માતા પિતાને કોઈ અજાણ્યા નંબરથી વોટ્સએપ કરવામાં આવ્યા હતા..

by Bipin Mewada
Mumbai The morphed nude photos of the 37-year-old actress from Mumbai went viral among family and friends.. Police investigation continues.

News Continuous Bureau | Mumbai 

Mumbai: મુંબઈની 37 વર્ષીય અભિનેત્રીના (મોર્ફ કરેલા નગ્ન ફોટા ( morphed Photos ) પરિવારજનો અને મિત્રોમાં વાયરલ થયા બાદ, તેમજ બળાત્કાર ( Rape Threat ) અને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા પછી તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં હાલ વર્સોવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. 

આ અંગે નોંધાયેલ FIR મુજબ, 37 વર્ષીય અભિનેત્રી ( Actress ) વર્સોવા, અંધેરી વેસ્ટમાં રહે છે. 27 ડિસેમ્બરે, સાંજે 5.30 વાગ્યે, જ્યારે તે ઓશિવારામાં એક કાફેમાં બેઠી હતી, ત્યારે તેના એક મિત્રએ ફોન કરી જણાવ્યું હતું કે, તેને તેના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફરિયાદીના મોર્ફ કરેલા ફોટો મળી આવ્યા છે. આ અંગે માહિતી મળતા જ તેણે તેના મિત્રને વાયરલ પોસ્ટના ( Deepfake  ) સ્ક્રિનશોટ મોકલવા જણાવ્યુ હતું. જેમાં સ્ક્રિનશોટ મળ્યા બાદ પણ અભિનેત્રીએ કામમાં વ્યસ્તાને કારણે કોઈ પોલીસ કેસ નોંધાવ્યો ન હતો.

શું છે આ મામલો..

પ્રાપ્ત માહિતી મુજબ, 7 જાન્યુઆરીએ અભિનેત્રીએ આ મામલે સોશ્યલ મિડીયામાં આવા ફોટો મોકલનાર એકાઉન્ટ વિરુદ્વ એક ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી હતી. જેના બીજા જ દિવસે, પંજાબમાં રહેતી તેની માતાએ તેને ફોન કરીને જણાવ્યું હતું કે તેને કોઈ અજાણ્યા નંબરથી વોટ્સએપ પર તેના નગ્ન ફોટા મળી આવ્યા છે, જ્યારે તેના પિતાને કોઈ બીજા જ નંબર પરથી આ ફોટા મોકલવામાં આવ્યા હતા. આ મામલામાં તેના અન્ય મિત્રોને પણ ફેસબુક અને અન્ય સોશ્યલ મિડીયામાં આવા જ ફોટા મોકલવામાં આવ્યા હતા અને આ ઉપરાંત 31 ડિસેમ્બરે, તેને ધમકી પણ આપવામાં આવી હતી કે તેનો બળાત્કાર કરી, તેને જાનથી મારી નાખવામાં આવશે. મામલાની ગંભીરતા સમજતા અભિનેત્રીએ તુરંત જ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં તેણે દાવો કર્યો હતો કે મને પુણેના પિરંગુટમાં રહેતા એક પુરુષ મિત્ર પર શંકા છે. અભિનેત્રીએ વધુ તપાસ માટે પોલીસને તે પુરુષ મિત્રનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Dream11 Super Smash: ટોસ હવામાં નહીં પણ જમીન પર પછાડીને… મહિલા ક્રિકેટમાં ભારે ધમાલ. જુઓ વિડીયો…

આ ઘટનામાં અભિનેત્રીએ ભારતીય દંડ સંહિતાની કલમ 506 (ગુનાહિત ધાકધમકી) અને કલમ 67 (ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં કોઈપણ સામગ્રીનું પ્રસારણ જેમાં લૈંગિક સ્પષ્ટ સામગ્રી હોય) અને 67(A) (જાતીય સામગ્રીનું પ્રસારણ) હેઠળ અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે. જેમાં સાયબર સ્કીયોરિટીને વિભાગને ( Cyber Security Division ) પણ આ ઘટનાની જાણ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

You may also like