News Continuous Bureau | Mumbai
Kite flying : ભારત સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી ( Home Minister ) અમિત શાહે ( Amit Shah ) ઉત્તરાયણ પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો. ગુજરાતના અમદાવાદમાં ( Ahmedabad ) ઉત્તરાયણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમિત શાહે પતંગ ઉડાડીને સૌને ચોંકાવી દીધા હતા. અમિત શાહે ઉત્તરાયણ મહોત્સવ દરમિયાન ખૂબ જ પતંગ ઉડાવી હતી અને આ દરમિયાન તેમણે અનેક વ્યક્તિના પતંગ કાપ્યા હતા. પરંતુ જેમનો પતંગ કોઈ કાપી શક્યું નથી એમનો પતંગ એક યુવાને કાપ્યો..
અમિતકાકાનો પતંગ કાપી નાખ્યો
હાલ સોશિયલ મીડિયા પર ઉત્તરાયણ ( Uttarayana ) પતંગ મહોત્સવ ( Kite Festival ) દરમિયાન નો એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક બાજુ પતંગ ચડાવી રહ્યા છે, તો બીજી તરફ એક યુવક પણ તેની પતંગ ચડાવી રહ્યો છે. આ દરમિયાન યુવકે પેચ લગાવી ગૃહમંત્રી શાહનો પતંગ કાપી નાખ્યો અને ઉલ્લાસમાં આવી બૂમો પાડી “એ લપેટ…..અમિતકાકાનો પતંગ કાપી નાખ્યો….” દરમિયાન ગૃહમંત્રી શાહે પણ યુવકને જાણે બિરદાવતા હોય એમ હાથનો ઈશારો કરી શાબાશી આપી હતી.
આ સમાચાર પણ વાંચો : Pongal 2024 : મુંબઈના માટુંગા વિસ્તારમાં પોંગલની ઉજવણી, અહીં લોકો પરંપરાગત રીતે બનાવી રહ્યા છે પોંગલ.. જુઓ વિડીયો..
જુઓ વિડીયો
જેમનો પતંગ કોઈ કાપી શક્યું નથી એમનો પતંગ કાપવાનો આનંદ.. યસ.. આ યુવાને અમિત શાહની પતંગ કાપી. અમિતભાઈનું રિએક્શન જોવા જેવું છે. 😎 pic.twitter.com/AjFzirOorI
— Chetan Pagi (@chetan_pagi) January 15, 2024