Today’s Horoscope : આજે ૧૭ જાન્યુઆરી ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat
Today's Horoscope Today 17 January 2024, know today's horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai 

Today’s Horoscope : 

આજનો દિવસ
૧૭ જાન્યુઆરી ૨૦૨૪, બુધવાર

“તિથિ” – પોષ સુદ સાતમ

“દિન મહીમા”
પંચક ઉતરે ૨૭:૩૪, ભાનુસપ્તમી, ગુરૂસપ્તમી, ગુરૂગોવિંદસિંહ જયંતિ (૩૫૭), વિષ્ટી ૨૨:૦૮થી, નંદરાય જયંતિ, પૂ.હરિરામબાપા પૂ.તિથી-જસદણ, રાજેન્દ્રસુરી જન્મ-નિર્વાણ દિન (મોહનખેડા)

“સુર્યોદય” – ૭.૧૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૦ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૨.૪૮ થી ૧૪.૧૨

“ચંદ્ર” – મીન, મેષ (૨૭.૩૨)
આજે જન્મેલા બાળકની રાશી ૧૮ જાન્યુઆરી સવારે ૩.૩૨ સુધી મીન રહેશે ત્યારબાદ મેષ રહેશે.

“નક્ષત્ર” – રેવતી

“ચંદ્ર વાસ” – ઉત્તર, પૂર્વ (૨૭.૩૨)
૧૮ જાન્યુઆરી સવારે ૩.૩૨ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
લાભઃ ૭.૧૬ – ૮.૩૯
અમૃતઃ ૮.૩૯ – ૧૦.૦૨
શુભઃ ૧૧.૨૫ – ૧૨.૪૮
ચલઃ ૧૫.૩૫ – ૧૬.૫૮
લાભઃ ૧૬.૫૮ – ૧૮.૨૧

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૫૮ – ૨૧.૩૫
અમૃતઃ ૨૧.૩૫ – ૨૩.૧૨
ચલઃ ૨૩.૧૨ – ૨૪.૪૮
લાભઃ ૨૮.૦૨ – ૨૯.૩૯

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય, સંતાન અંગે સારું રહે, પરિવાર માં આનંદ રહે, શુભ દિન.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય, દિવસ પ્રગતિકારક રહે.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

“કર્કઃ”(ડ,હ)-
બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો, મનોમંથન કરી શકો.

“સિંહઃ”(મ,ટ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
લોન વિગેરે બાબતમાં સાંભળવું, ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

“તુલાઃ”(ર,ત)-
જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .

“મકરઃ”(ખ,જ)-
કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, મધ્યમ દિવસ રહે .

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
આંતરિક જીવનમાં સારું રહે, સબંધો માં સુલેહ થી ચાલી શકો. વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા!, હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું, મધ્યમ દિવસ.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More