News Continuous Bureau | Mumbai
Shahrukh khan: શાહરુખ ખાન ની ગયા વર્ષ ની ત્રણ ફિલ્મો પઠાણ, જવાન અને ડંકી હિટ સાબિત થઇ હતી. શાહરુખ ખાન ની ફેન ફોલોઈંગ ખુબ મોટી છે. ચાહકો શાહરુખ ખાન ની એક ઝલક મેળવવા આતુર હોય છે. શાહરુખ ખાન પણ તેના ફેન્સ ને ખુબ જ પ્રેમ થી મળે છે. હવે શાહરુખ ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અભિનેતા નો મૂડ જોઈ ચાહકો અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે.
શાહરુખ ખાન નો વાયરલ થયો વિડીયો
તાજેતરમાં જ શાહરૂખ ખાન ને મુંબઈ ની એક ક્લિનિકમાંથી બહાર નીકળતી વખતે જોવા મળ્યો હતો. તેની સાથે તેની મેનેજર પૂજા પણ જોવા મળી હતી. તેઓ બંને સિક્યુરિટી સાથે બહાર નીકળી રહ્યા હતા. સામાન્ય રીતે શાહરુખ ખાન સારા મૂડમાં જોવા મળતો હોય છે પરંતુ આવિડીયો માં અભિનેતા ખૂબ જ ખરાબ મૂડમાં હોય તેવું લાગતું હતું. કલીપ માં જોવા મળી રહ્યું છે કે શાહરુખ ખાન કોઈ વસ્તુ ને પાછળ ધકેલી રહ્યો છે જોકે તે વસ્તુ શું છે તે કલીપ માં સ્પષ્ટપણે જોઈ શકાતું નથી.
View this post on Instagram
શાહરુખ ખાન ના આ વિડીયો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે એક યુઝરે લખ્યું, તેમનો ઘમંડ જુઓ, કેવી રીતે તેઓએ કોઈને મારવાનો પ્રયાસ કર્યો.’ તો અન્ય એ લખ્યું,’ આવી રીતે મોઢું છુપાવવાની શું જરૂર છે .’
આ સમાચાર પણ વાંચો : Vikrant massey The sabarmati report: 12 મી ફેલ બાદ ચમકી વિક્રાંત મેસી ની કિસ્મત, એકતા કપૂર ની ફિલ્મ સાબરમતી રિપોર્ટ માં જોવા મળશે અભિનેતા, જાણો ફિલ્મ ની વાર્તા અને તેની રિલીઝ ડેટ