News Continuous Bureau | Mumbai
Road safety: નેહરુ યુવા કેન્દ્ર સુરત ( Nehru yuva kendra surat ) દ્વારા યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય ભારત સરકાર અંતર્ગત સુરત શહેર ટ્રાફિક શાખાના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસ ( Traffic Awareness ) તથા રોડ સેફ્ટીને અનુલક્ષીને પી. ટી. મહિલા કોલેજ, વનિતા વિશ્રામ વિમેન્સ યુનવર્સિટી, જે. ઝેડ. શાહ આર્ટસ & એચ.પી.દેસાઈ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને ( college students ) રોડ સેફ્ટી તથા ટ્રાફિક અવેરનેસની તાલીમ આપવામાં આવી. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રોડ પર લઈ જઈને ફિલ્ડની તાલીમ આપવામાં આવી. માર્ગ સલામતી કાર્યક્રમમાં “સડક સુરક્ષા–જીવન રક્ષા” ( sadak suraksha jeevan raksha ) સૂત્રનો અર્થ વિદ્યાર્થીઓને સમજાવી તથા રોડ સેફટી ઘણી બધી માહિતી આપી હતી. કાર્યક્રમમાં હાજર રહેલ દરેક પાસે રોડ સેફટીના નિયમોનું પાલન પોતે કરવા અને બીજાને પણ તેની માહિતી આપવાના શપથ લેવડાવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા રોડ સેફટી અંગેના સૂત્રોચાર ( Slogans ) સાથે રોડ સેફટી જાગૃતિ અંગેની રેલી કાઢવામાં આવી હતી.

Road safety and traffic awareness program organized by Nehru yuva kendra surat
કાર્યક્રમમાં મુખ્ય સંયોજક તરીકે ટ્રાફિક ACP શ્રી મોરે, રોડ સેફ્ટી ટ્રેનર કોર્ડીનેટર શ્રી બ્રિજેશ વર્મા, ટ્રાફિક PSI શ્રી ગોસ્વામી તથા RTO ઇન્સ્પેકટર કે. બિ. પટેલ, ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર એન. બી. દાભી, ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ તેમજ કોલેજ ના આચાર્ય શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Road safety and traffic awareness program organized by Nehru yuva kendra surat
આ સમાચાર પણ વાંચો : Ayodhya : અયોધ્યા રૂપાંતરિત: શહેરની આધ્યાત્મિક યાત્રા આધુનિક કનેક્ટિવિટી સાથે ઉડાન ભરી
આ સમગ્ર કાર્યક્રમ જીલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો નીખીલ ભુવા, મેહુલ ડોંગા, ગૌરવ પડાયા, ઉજ્વલ પરમાર, જૈવિક રૈયાણી, ઝુબેર પટેલ, ગજેન્દ્ર ચંદ્રાવત દ્વારા આયોજવામાં આવ્યો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Road safety and traffic awareness program organized by Nehru yuva kendra surat