Kalyan: કલ્યાણમાં ભગવાન શ્રી રામના દર્શન કરાવવાના બહાને 54 વર્ષીય મહિલા સાથે થઈ આટલા લાખની છેતરપિંડી..

Kalyan: રામ મંદિરના ઉદ્દઘાટનનો દિવસ જેમ જેમ નજીક આવતો જાય છે. તેમ તેમ છેતરપિંડીના કેસો પણ વધવા લાગ્યા છે. આવો એક કિસ્સો કલ્યાણમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક મહિલાના વિશ્વાસનો ગેરલાભ ઉઠાવીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.

by Bipin Mewada
54-year- woman was cheated of so many lakhs on the pretext of seeing Lord Ram in Kalyan.. Know what this whole case is all about..

News Continuous Bureau | Mumbai 

Kalyan: અયોધ્યામાં રામ મંદિરની ( Ayodhya Ram Mandir ) અભિષેક વિધિ 22 જાન્યુઆરીએ યોજાઈ રહી છે. આ માટે દરેક જગ્યાએ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે અને આ સમારોહમાં દેશ-વિદેશમાંથી અનેક પ્રખ્યાત લોકોને આમંત્રણ આપવામાં આ્વ્યું છે. આ અવસર પર વિવિધ રાજ્યોમાં રજા પણ જાહેર કરવામાં આવી છે. આ સમારોહને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને દેશભરમાં ભક્તિનો માહોલ સર્જાયો છે. દેશભરના નાગરિકો આ પ્રસંગ માટે આતુર છે. 

રામ મંદિરના ઉદ્દઘાટનનો દિવસ જેમ જેમ નજીક આવતો જાય છે. તેમ તેમ છેતરપિંડીના કેસો ( Fraud cases ) પણ વધવા લાગ્યા છે. આવો એક કિસ્સો કલ્યાણમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક મહિલાના વિશ્વાસનો ગેરલાભ ઉઠાવીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. એક 54 વર્ષીય મહિલાને ( Woman ) ઠગોએ ‘અમે તમને શ્રી રામના દર્શન કરાવશું અને રામ ભક્ત ( Rama devotee ) હોવાનો દાવો કરીને લાખો રૂપિયાના દાગીના તફડાવી લીધા હતા. આ મામલે કલ્યાણ ખડકપાડા પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે..

 શું છે આ મામલો…

કલ્યાણ પશ્ચિમના ખડકપાડા વિસ્તારમાં લોટસ ડેન્ટલ કેર સેન્ટરની સામે આ જ વિસ્તારમાં રહેતી 54 વર્ષીય મહિલા સાથે આ છેતરપિંડી થઈ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ફરિયાદી મહિલા બુધવારે બપોરે ખડકપાડા વિસ્તારથી પગપાળા જઈ રહી હતી. ત્યારે ઠગોએ મહિલાનો રસ્તો રોક્યો હતો. તેમ જ ત્રણેયે રામ ભક્ત હોવાનો દાવો કર્યો હતો. આરોપીએ ફરિયાદી ને એમ પણ કહ્યું હતુ કે, અમે તમને ભગવાન રામચંદ્રના દર્શન કરાવીશું. ત્યારબાદ ઠગોએ મહિલાને કહ્યું હતું કે, ભગવાનના દર્શન કરવા જતા પહેલા તમે પહેરેલ સોનાની બંગડીઓ અને સોનાના દાગીના એક થેલીમાં ભરી દો. જેથી તમારા દાગીના સુરક્ષિત રહે. જે બાદ આપણે ભગવાન શ્રી રામના દર્શન માટે જઈએ.

આ સમાચાર પણ વાંચો :  PM Modi: પ્રધાનમંત્રીએ સુરીનામ અને ત્રિનિદાદ અને ટોબેગોના ભજનો શેર કર્યા

મહિલાએ ત્રિપુટીની વાત માનીને લગભગ 2. 66 લાખના દાગીના ( jewelry ) એક થેલીમાં ભરી દીધા હતા. ત્યાર બાદ દાગીનાથી ભરેલી થેલી કોઈ ચોર ચોરી ન કરી જાય તે માટે આ થેલી અમને આપી દો, અમે તેને અમારી પાસે સુરક્ષિત રાખીશું. એવુ કહીને આરોપીએ ફરિયાદી પાસેથી દાગીનાથી ભરેલી થેલી લઈ લીધી હતી.

હું રામના દર્શન કરીશ, હું ભગવાન રામને નિહાળી શકીશ વગેરે વિચારોથી મહિલા મનમાં હરખાઈ રહી હતી. તે સમયે ઠગોએ તક ઝડપીને 54 વર્ષીય મહિલાને એકલી છોડીને ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ ફરિયાદી ને પોતાની સાથે છેતરપિંડી થઈ ગઈ હોવાની ભાન થતા. તેમણે હિંમત દાખવી અને ખડકપાડા પોલીસ સ્ટેશનમાં જઈ પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ બાદ ખડકપાડા પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે . હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે.

Join Our WhatsApp Community

You may also like