News Continuous Bureau | Mumbai
Eknath Shinde : અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટન બાદ શિંદે જૂથ દ્વારા મુંબઈના દાદર વિસ્તારમાંથી વડાલાના રામમંદિર સુધી શોભાયાત્રા ( Shobha Yatra ) કાઢવામાં આવી હતી . આ શોભાયાત્રામાં મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ સામેલ થયા હતા . મુખ્યમંત્રી શિંદેએ ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray ) પર નિશાન સાધ્યlતા કહ્યું હતું કે, જો રામ કા નહીં વો કોઈ કામ કા નહીં. ( ayodhya ram mandir ) રામ મંદિર માટે આમંત્રણ હોવા છતાં ઉદ્ધવ ઠાકરે નાશિકના કાલારામ મંદિરમાં ( Nashik Kalaram mandir )ગયા અને પૂજા કરી. આ અંગે મુખ્યમંત્રી શિંદેએ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી.
આ રેલીમાં મુખ્યમંત્રીની સાથે શિંદે જૂથના ( Shinde group ) ઘણા નેતાઓ પણ હાજર હતા. રાહુલ શેવાળે, કિરણ પાવસ્કર, દીપક કેસરકર પણ હાજર રહ્યા હતા. રામલલાના ઉદ્ઘાટન પ્રસંગે આવી ઐતિહાસિક શોભાયાત્રા કાઢવામાં આવી હતી તે અંગે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે વધુમાં કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે અને તેને સુવર્ણ અક્ષરે લખવો જોઈએ. આજે કરોડો રામ ભક્તોનું સપનું પૂરું થયું છે. બાળાસાહેબનું સ્વપ્ન સાકાર થયું છે. આજે હજારો અને લાખો લોકોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
મુખ્યમંત્રી શિંદેએ આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો હતો..
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “જો રામ કા નહીં વો કોઈ કામ કા નહીં”. ઉદ્ધવ ઠાકરેએ નાશિકના કાલારામ મંદિરમાં જઈને પૂજા-અર્ચના કરી હતી. તેમજ આજે રામ મંદિરના સમર્પણને લઈને સમગ્ર તરફ બેનર લાગેલા છે, પરંતુ ઉદ્ધવ ઠાકરે જૂથના બેનર ક્યાંય દેખાતા નથી. જેના પર પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું. અયોધ્યામાં રામ મંદિરના લોકાર્પણ સમારોહમાં ઉદ્ધવ ઠાકરેને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યા જવાને બદલે કાલારામ મંદિરમાં જઈને પૂજા કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Ram Mandir: રામ મંદિરના પ્રવેશદ્વારા ભક્તો માટે ખુલ્લો થતાં જ રામભક્તોની ઉમટી ભીડ.. પછી થયું આ.. જુઓ વિડિયો..
મુખ્યમંત્રી શિંદેએ આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો હતો. તેમણે આ પ્રસંગે તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા. તેમણે ટિપ્પણી કરી કે સમગ્ર દેશે આજે આ ઐતિહાસિક સમારોહનો અનુભવ કર્યો. અયોધ્યામાં રામમંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ કર્યું હતું. આ પ્રસંગે સરસંઘચાલક મોહન ભાગવત પણ હાજર રહ્યા હતા.