News Continuous Bureau | Mumbai
Mumbai Mira Road tension: મુંબઈને અડીને આવેલા મીરા રોડમાં 22 જાન્યુઆરીની રાતથી તણાવ છે. હમણાં જ મીરા રોડ પરથી સમાચાર આવી રહ્યા છે કે સ્ટેશન પાસે ફરી એક રેલી કાઢવામાં આવી અને રેલી દરમિયાન દુકાનોમાં તોડફોડ કરવામાં આવી. મીરા રોડમાં બુલડોઝર દ્વારા ગેરકાયદેસર દુકાનો તોડી પાડ્યા બાદ આ રેલી કાઢવામાં આવી હતી. આ વખતે ફરી મીરા રોડમાં રેલી દરમિયાન તોડફોડ બાદ વાતાવરણ ભારે તંગ બની ગયું છે. પોલીસે નયા નગરમાં બેરિકેડિંગ લગાવી દીધું છે. મીરા રોડમાં સ્થાનિક પોલીસ દળની સાથે દંગા નિયંત્રણ અને રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં જોવા મળી રહ્યુ છે કે ઉપદ્રવીઓ રસ્તા પર ઉભી લારીઓની અને વાહનોની તોડફોડ કરી રહ્યા છે.
Mira Road visuals right now, buslims don’t try to provoke Hindus any more. Jitna provoke krna tha kar lia tum logo ne 500 saal me. Ab nahii. This is the new generation of hindu folks. Jai Shri Ram. #Mumbai #Miraroad #Thane pic.twitter.com/mBeFJEmWXd
— _introvertedShyTan (@shubhdas19) January 23, 2024
મહત્વનું છે કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે નયા નગરમાં નીકળેલી શોભાયાત્રા પર કેટલાક બદમાશોએ પથ્થરમારો કર્યો હતો અને શોભાયાત્રામાં ભાગ લઈ રહેલા કેટલાક લોકોને માર માર્યો હતો. આ પછી ત્યાં સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયો હતો અને વાતાવરણ ગરમાયું હતું. આ પછી બદમાશોએ ત્યાં વાહનોમાં તોડફોડ કરી અને આગ ચાંપી દીધી. હજુ પણ વાતાવરણ શાંત થયું નથી.
આ સમાચાર પણ વાંચો : PM Modi : PM મોદી આજે બુલંદશહર અને જયપુરની લેશે મુલાકાત, અધધ આટલા કરોડથી વધારે મૂલ્યની વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)