News Continuous Bureau | Mumbai
Maharashtra Board Exam: 10મી અને 12મીની પરીક્ષાઓને પારદર્શક બનાવવા બોર્ડે આ વર્ષે પ્રેક્ટિકલ અને લેખિત પરીક્ષામાં કોપી અટકાવવા માટે શિક્ષણ વિભાગ ( Education Department ) તરફથી ટીમો નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા ( Practical Examination ) 2 ફેબ્રુઆરીથી શરૂ થશે જ્યારે લેખિત પરીક્ષા ( written examination ) 21 ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 10ની લેખિત પરીક્ષા 1 માર્ચથી શરૂ થવા જઈ રહી છે.
નોંધનીય છે કે જિલ્લાની ઘણી શાળાઓ અને જુનિયર કોલેજોમાં ( School Colleges ) 100% પરિણામ માટે પરીક્ષા દરમિયાન ઘણી વખત ખુલ્લેઆમ કોપીની ઘટના પ્રકાશમાં આવી છે. તેમજ ઘણી શાળાઓમાં ખુલ્લેઆમ કોપી થતી હોવાથી જ માત્ર વિદ્યાર્થીઓ આ શાળામાં પ્રવેશ લે છે, જ્યાં તેને પાસ થવાની ખાતરી હોય છે. તેમજ હવે ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા પણ પરીક્ષા દરમિયાન ઘણી કોપીના મામલા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે આ સંદર્ભે ફરિયાદો વધતા બોર્ડે આ વર્ષે પ્રથમ વખત મિશ્ર પદ્વતિ અપનાવવાનો નિર્ણય લીધો છે. તેમજ આવા કોપીંના કિસ્સા અટકાવવા માટે એક ટીમની પણ નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે અનેક શાળાઓની ચિંતા વધી છે.
10માં-12માં માર્કસનો અર્થ જીવન નથીઃ શિક્ષણ વિદો..
એક અહેવાલ અનુસાર, શિક્ષણવિદો અને તબીબી નિષ્ણાતોના મતે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં તણાવ મુક્ત રહેવા માટે તમામ પ્રશ્નોની પહેલા જ સતત પ્રેક્ટિસ કરવી જોઈએ. તેમ જ 10માં-12માં મળતા માર્કસ ગમે તે હોય પરંતુ તે માત્ર માર્કસ જ છે. તે જીવન નથી તે સમજવું જોઈએ. તેમજ તેમણે વાલીઓને પણ આ સલાહ આપી હતી કે 10માં-12માં માર્કસનો અર્થ જીવન નથી. આ ઉપરાંત માતા-પિતાએ બાળકો પર અપેક્ષાઓનો બોજ ન નાખવો જોઈએ. પરીક્ષાની ચિંતા કર્યા વિના વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ કરવો જોઈએ અને. પૂરતી ઊંઘ લેવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો : Prime Minister: પ્રધાનમંત્રીએ દિલ્હીમાં કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસી પીએમ રેલીને સંબોધન કર્યું
આ વર્ષે મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન કોપી ફ્રી પરીક્ષા માટે ધોરણ 10-12ની પરીક્ષા માટે મિશ્ર પદ્ધતિ સિસ્ટમ અપનાવવાનો નિર્ણય કર્યો છે. તે અંતર્ગત એક જ શાળા કે જુનિયર કોલેજના તમામ વિદ્યાર્થીઓને એક પરીક્ષા કેન્દ્ર ન મળતા અલગ અલગ પરીક્ષા કેંદ્રો મળશે. અગાઉ એક જ શાળાના તમામ વિદ્યાર્થીઓ એક જ પરીક્ષા કેંદ્ર પર આવતા અને એકબીજાને જોઈને જવાબો લખતા. પરંતુ હવે આ પ્રકાર બંધ થઈ જશે. બીજી તરફ, વિદ્યાર્થીઓને પેપર શરૂ થયા બાદ જ પ્રશ્નપત્ર મળશે, પરંતુ અંતે 10 મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ પેપર શરૂ થવાના અડધા કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર પર હાજર થવાનું રહેશે.
ધોરણ 12ના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા 2 ફેબ્રુઆરીથી શરૂ થશે જ્યારે લેખિત પરીક્ષા 21 ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 10ની લેખિત પરીક્ષા 1 માર્ચથી શરૂ થશે.