News Continuous Bureau | Mumbai
Pushpa 2: સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન ની પુષ્પા ને ખુબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ હિટ જતા મેકર્સે તેનો બીજો ભાગ એટલે કે પુષ્પા 2 ની જાહેરાત કરી હતી. જ્યારથી પુષ્પા 2 ની જાહેરાત થઇ છે ત્યારથી ચાહકો અલ્લુ અર્જુન ની ફિલ્મ ની રાહ જોઈ રહ્યા છે. હવે આ બધાની વચ્ચે પુષ્પા 2 ના સેટ પરથી અલ્લુ અર્જુન ની એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં તે સાડી ના ગેટઅપ માં જોવા મળી રહ્યો છે.
પુષ્પા 2 ના સેટ પરથી અલ્લુ અર્જુન ની તસવીર થઇ વાયરલ
એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અલ્લુ અર્જુન ની એક તસવીર શેર કરવામાં આવી હતી જેમાં તમે જોઈ શકો છો કે અલ્લુ અર્જુન સાડી પહેરીને બેઠો છે. આ તસવીર વિશે લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તે ‘પુષ્પા 2′ના સેટ પર ની છે. જોકે આ પોસ્ટ વાયરલ થતા પોસ્ટ ને ડીલીટ કરી દેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં, મેકર્સે ફિલ્મ ‘પુષ્પા 2’નું નવું પોસ્ટર શેર કર્યું હતું અને જણાવ્યું હતું કે આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : Animal: રણબીર કપૂર ની એનિમલ ઓટીટી પર જોઈ નારાજ થયા લોકો, ફિલ્મ ના મેકર્સે ના નિભાવ્યું તેમનું વચન