News Continuous Bureau | Mumbai
China Kabutar : એક જમાનામાં જ્યારે ટેલિફોન કે ટપાલ સેવાઓ ન હતી ત્યારે એકબીજાને સંદેશા મોકલવાનું માધ્યમ કબૂતર હતું. બૉલીવુડ ફિલ્મોમાં પણ કબુતર પત્ર લઈને જતા હોવાની ઘટનાઓ આપણે જોઈ છે. પરંતુ, મુંબઈમાં કબૂતર સાથે જોડાયેલો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ચાઈનીઝ ( China ) માટે જાસૂસ હોવાની શંકાના આધારે પોલીસે એક કબૂતરને પકડ્યું હતું. મુંબઈ પોલીસના ( Mumbai Police ) અધિકારીઓએ બુધવારે માહિતી આપી હતી કે આઠ મહિના સુધી સ્પેશિયલ સેલમાં ( special cell ) રાખવામાં આવ્યા બાદ આખરે તેને મુક્ત કરવામાં આવ્યો છે.
ચીન દ્વારા જાસૂસી ( spying ) માટે ઉપયોગ કરવામાં આવતો હોવાની શંકા ધરાવતા એક કબૂતરને આઠ મહિના બાદ મુક્ત કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આટલા મહિના સુધી કબૂતરને પશુ દવાખાનામાં ( veterinary clinic ) રાખવામાં આવ્યું હતું. આરસીએફ (નેશનલ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર) પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે પરેલ વિસ્તારમાં સ્થિત બાઈ સાકરબાઈ દિનશા પેટિટ વેટરનરી હોસ્પિટલે સોમવારે પક્ષીને છોડવા માટે પોલીસ પાસે પરવાનગી માંગી હતી, ત્યારબાદ મંગળવારે પરવાનગી મળ્યા બાદ તેને મુક્ત કરવામાં આવ્યું. પાંજરામાંથી મુક્ત થયા પછી, થોડીવાર હોસ્પિટલની આસપાસ ફર્યું અને તેના ઘરે પરત ફર્યું.
કબૂતર કેવી રીતે પકડાયું?
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ ( CISF ) પીરપાવ જેટી પર સુરક્ષા પૂરી પાડે છે, જે પૂર્વ ઉપનારમાં ચેમ્બુરના RCF પોલીસ અધિકારક્ષેત્ર હેઠળ છે. ગયા વર્ષે મે મહિનામાં ઉપનગરીય ચેમ્બુરમાં આરસીએફ પોલીસે કબૂતરને પકડ્યું હતું. પોલીસે જણાવ્યું કે પક્ષીના પગમાં બે વીંટી બાંધવામાં આવી હતી, જેમાંથી એક તાંબાની અને બીજી એલ્યુમિનિયમની હતી. તેની બંને પાંખો નીચે ચાઈનીઝ ભાષામાં કેટલાક સંદેશા લખેલા હતા. પોલીસે જણાવ્યું હતું કે આરસીએફ પોલીસે તે સમયે કેસ નોંધ્યો હતો, પરંતુ, તપાસ પૂર્ણ થયા બાદ જાસૂસીનો આરોપ હટાવી દેવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Metro Line-3: મુંબઈકરોને મોટી રાહત; હવે આ મહિનામાં દોડશે આરે અને BKC વચ્ચે અંડરગ્રાઉન્ડ મેટ્રો! પ્રશાસને મંગાવ્યા ટેન્ડર
અધિકારીએ કહ્યું કે કેસની તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે આ કબૂતર જાસૂસી માટે નહોતું. પરંતુ આ કબૂતર રેસિંગ માટેનું કબૂતર છે. તાઈવાનમાં વ્યાપકપણે રેસ કરવામાં આવે છે. તેમના પગમાં ચિપ પણ હોય છે. કબૂતરના પગમાં મળેલી ચિપમાં તે કેટલી દૂરની મુસાફરી કરી છે તેની માહિતી હોય છે. આ કબૂતર રેસિંગ માટેનું કબૂતર છે અને આકસ્મિક રીતે તાઇવાનના જહાજ દ્વારા મુંબઈમાં આવી ગયું હતું તેથી કબૂતરને છોડવા આવ્યું