Naagin 7: શું એકતા કપૂર ની નાગિન 7 માં થઇ અંકિતા લોખંડે ની એન્ટ્રી? બિગ બોસ ફેમ આ અભિનેતા સાથે શેર કરશે સ્ક્રીન

Naagin 7: એકતા કપૂર ની 'નાગિન' ટીવી ની લોકપ્રિય સિરિયલ છે.હવે એકતા કપૂર ના નાગિન 7 ને લઈને એક નવું અપડેટ સામે આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ બિગ બોસ 17 ફેમ અંકિતા લોખંડે 'નાગિન' ની આગામી સિઝન માં અંકિત ગુપ્તા સાથે સ્ક્રીન શેર કરશે.

by Zalak Parikh
ankita lokhande will be a part of ekta kapoor show naagin 7

News Continuous Bureau | Mumbai 

Naagin 7: ટીવી ની લોકપ્રિય અભિનેત્રી અંકિતા લોખંડે બિગ બોસ 17  પછી ઘણી લોકપ્રિય થઇ છે. આ શો માં તે તેણ પતિ વિકી જૈન સાથે આવી હતી. આ શો માં બંને વચ્ચે ઘણી લડાઈ પણ થઇ હતી. હવે શો પતી ગયો છે. તેમછતાં અંકિતા ની લોકપ્રિયતા ઓછી નથી થઈ. અંકિતા ને બિગ બોસ ના ઘરમાં થી બહાર આવતાની સાથે જ ઘણા પ્રોજેક્ટ્સ ની ઓફર મળી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ એકતા કપૂરે અંકિતાને તેના એક પ્રોજેક્ટ માટે સાઈન કરી છે. એવું કહેવાય છે કે તે નાગિન ની આગામી સીઝન છે. 

આ સમાચાર પણ વાંચો : Ankita Lokhande: અંકિતા એ ફરી તેના સાસુ ને બોલવાનો આપ્યો મોકો! પાર્ટી માં પતિ ની સામે આ વ્યક્તિ સાથે કોઝી થઇ અભિનેત્રી, જુઓ વિડીયો

 નાગિન 7 માં થઇ અંકિતા ની એન્ટ્રી!

નાગિન એકતા કપૂર ની હિટ સિરીઝ માંથી એક છે. મીડિયા રિપોર્ટ મુજબ એકતા કપૂરે અંકિતા લોખંડે ને તેના હિટ શો ‘નાગિન 7’ માટે સાઈન કરી છે. અંકિતા આ પહેલા એકતા કપૂર સાથે તેની સિરિયલ પવિત્ર રિશ્તા માં કામ કરી ચુકી છે. આ ઉપરાંત મીડિયા રિપોર્ટ માં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બિગ બોસ 16 ફેમ અંકિત ગુપ્તા ને પણ નાગિન 7 માટે સાઈન કરવામાં આવ્યો છે. જો આવું થશે તો ટીવી પર એક નવી જ જોડી જોવા મળશે. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More