News Continuous Bureau | Mumbai
Rajya Sabha Election : મહારાષ્ટ્રમાં રાજ્યસભાની છ બેઠકોની ચૂંટણી બિનહરીફ થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે સકારાત્મક ચર્ચા થઈ છે. એવું માનવામાં આવે છે કે 5 સીટ મહાયુતિને ( Mahayuti ) અને 1 સીટ મહા વિકાસ આઘાડી ( MVA ) ને જશે. રાજ્યસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાશે. ત્યારે સુત્રોમાંથી મહત્વની માહિતી બહાર આવી છે. તે મુજબ બીજેપી 3, શિવસેના શિંદે જૂથ 1, NCP અજિત પવાર જૂથ 1 અને કોંગ્રેસ 1 ઉમેદવારોનો રાજ્યસભા જવાનો રસ્તો ક્લીયર થયો છે. શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે આ અંગે સહમતી હોવાની રાજકીય ચર્ચા છે. શિવસેના ઠાકરે જૂથ અને એનસીપી પ્રમુખ શરદ પવારનું જૂથ આ ચૂંટણીમાં ઉમેદવારો ઉભા નહીં કરે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં મહારાષ્ટ્રના ( Maharashtra ) 6 સાંસદોનો કાર્યકાળ માર્ચ મહિનામાં પૂરો થઈ રહ્યો છે. તેથી આ બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે સાંસદોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે તેમાં ભાજપના ( BJP ) ત્રણ સભ્ય, ઠાકરે જૂથનો ( Thackeray group ) એક સભ્ય, એનસીપીના શરદ પવાર જૂથનો ( NCP Sharad Pawar ) એક સભ્ય અને કોંગ્રેસના ( Congress ) એક સભ્યનો સમાવેશ થાય છે. ભાજપના નારાયણ રાણે, પ્રકાશ જાવડેકર અને વી. મુરલીધરનનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. જ્યારે ઠાકરે જૂથના સાંસદ અનિલ દેસાઈ, કોંગ્રેસના કુમાર કેતકર, એનસીપીના વંદના ચવ્હાણનો કાર્યકાળ સમાપ્ત થશે. તો આ 6 બેઠકો પર કોણ હશે ઉમેદવાર અને કોની નિમણૂંક થશે? આ અંગે તર્કવિતર્કો હાલ થઈ રહ્યા છે.
ભાજપે તેના ત્રણ ઉમેદવારોની ( candidates ) નિંમણુંક કરવાનું શરૂ કરી દીધું છે…
દરમિયાન ભાજપે તેના ત્રણ ઉમેદવારોની નિંમણુંક કરવાનું શરૂ કરી દીધું છે. મિડીયા રિપોર્ટ મુજબ, વિનોદ તાવડેનું નામ આમાં સૌથી આગળ છે. વિનોદ તાવડેની સાથે ભાજપના નેતાઓમાં પંકજા મુંડે અને વિજયા રાહટકરના નામની પણ ચર્ચા થઈ રહી છે. હવે કેન્દ્રીય નેતૃત્વ ટૂંક સમયમાં આ નામ પર મહોર લગાવશે તેવું ભાજપમાંથી સમજાઈ રહ્યું છે. હાલ વિનોદ તાવડે રાષ્ટ્રીય મહાસચિવ તરીકે શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે. બિહારના સત્તા પરિવર્તનમાં તેમની ભૂમિકા અને હરિયાણામાં કરેલી કામગીરી માટે તેમને પુરસ્કાર મળવાની અપેક્ષા છે. બીજી તરફ અનામત મુદ્દે ભાજપથી નારાજ OBC સમુદાયની નારાજગી દૂર કરવા માટે ભાજપ પંકજા મુંડેને ઉમેદવાર બનાવવાની યોજના બનાવી રહી છે. એક તરફ ભાજપ તરફથી ઉમેદવારોની સ્ક્રિનિંગ ચાલી રહી છે. ત્યારે શિંદે જૂથ અને અજિત પવાર જૂથના ઉમેદવારો કોણ હશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે.. પ્રાપ્ત માહિતી અનુસાર એવો અંદાજ છે કે શિંદે જૂથમાંથી મિલિંદ દેવરા શિવસેનાને ઉમેદવારી મળી શકે છે. તો એનસીપી અજિત પવાર જૂથમાંથી લઘુમતી સમુદાયના કેટલાક ચહેરાઓને તક મળે તેવી શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો : Naagin 7: શું એકતા કપૂર ની નાગિન 7 માં થઇ અંકિતા લોખંડે ની એન્ટ્રી? બિગ બોસ ફેમ આ અભિનેતા સાથે શેર કરશે સ્ક્રીન
મહારાષ્ટ્ર વિધાનસભામાં પાર્ટીની તાકાત
ભાજપ: 104,
NCP (અજિત પવાર જૂથ): 42
શિવસેના ( એકનાથ શિંદે જૂથ): 40
કોંગ્રેસ: 45
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ: 16
NCP (શરદ પવાર જૂથ): 11
બહુજન વિકાસ આઘાડી: 3,
સમાજવાદી પાર્ટી, AIM અને પ્રહર જન શક્તિ 2 પ્રત્યેક,
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, CPIM, શેકાપ, સ્વાભિમાની પાર્ટી, રાસપ, જનસુરાજ શક્તિ, ક્રાંતિકારી શેતકરી પાર્ટી 1-1-13
અપક્ષ