News Continuous Bureau | Mumbai
Bhool bhulaiya 3: ભૂલ ભુલૈયા ની સફળતા બાદ ભૂલ ભુલૈયા નો બીજો ભાગ ભૂલ ભુલૈયા 2 આવ્યો. આ ફિલ્મ પણ હિટ જતા મેકર્સ તેનો ત્રીજો ભાગ ભૂલ ભુલૈયા 3 લાવી રહ્યા છે. ભૂલ ભુલૈયા 2 માં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.આ ફિલ્મ માં મુખ્ય અભિનેતા તરીકે કાર્તિક આર્યન ને ફાઇનલ કરવામાં આવ્યો છે. પરંતુ આ ફિલ્મ ની મુખ્ય અભિનેત્રી ને લઇને રોજ કોઈ ના કોઈ અપડેટ સામે આવતા રહે છે. આ અગાઉ એવા સમાચાર સામે આવ્યા હતા કે સારા અલી ખાન આ ફિલ્મ માં કાર્તિક આર્યન ની સાથે મુખ્ય ભૂમિકા ભજવશે. હવે ફરી એકવાર ફિલ્મ ની મુખ્ય અભિનેત્રી ને લઈને નવું અપડેટ સામે આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Surbhi chandna: ઇશ્કબાઝ ફેમ એક્ટ્રેસ સુરભી ચંદના પર ફેશન ડિઝાઇનરે લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી ખોલી અભિનેત્રી ની પોલ
ભૂલ ભુલૈયા 3 માં થઇ શર્વરી વાઘ ની એન્ટ્રી!
મીડિયા રિપોર્ટ મુજબ ભૂલ ભુલૈયા 3 માટે શર્વરી વાઘ નું નામ સામે આવી રહ્યું છે. આ માટે શર્વરી વાઘ સાથે વાતચીત ચાલી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો શર્વરી વાઘે ફિલ્મ માટે લુક ટેસ્ટ પણ આપ્યો છે. જો આવું થશે તો શર્વરી વાઘ આ ફિલ્મમાં કાર્તિક સાથે રોમાન્સ કરતી જોવા મળશે.તમને જણાવી દઈએ કે અનીસ બઝમી ‘ભૂલ ભૂલૈયા 3’નું નિર્દેશન કરવા જઈ રહ્યા છે.