News Continuous Bureau | Mumbai
BJP Mission Ayodhya: દેશભરમાં આવતી લોકસભા ચૂંટણીની ( Lok Sabha elections ) પુરજોશ તૈયારીઓ ચાલુ છે. ત્યારે હવે મુંબઈમાં લોકસભા ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં ભાજપે મિશન અયોધ્યા ( Mission Ayodhya ) શરૂ કર્યું છે. આ માટે પહેલી સ્પેશિયલ ટ્રેન ગઈકાલે રાત્રે 9 વાગ્યે મુંબઈથી અયોધ્યા માટે રવાના થઈ હતી. તો ચાલો જાણીએ શું છે ભાજપનું મિશન અયોધ્યા…
આ ભાજપનું મિશન અયોધ્યાથી ભક્તો રામલલાના મફતમાં દર્શન ( Ram lalla darshan ) કરી શકશે. આ માટે કેટલીક વિશેષ ટ્રેનોની ( special trains ) વ્યવસ્થા કરવામાં આવી છે. એક એવી યોજના બનાવવામાં આવી છે કે, તમામ લોકસભા ક્ષેત્રમાંથી 40 થી 50 હજાર લોકો રામ લાલાના દર્શન કરી શકે. આ પૃષ્ઠભૂમિમાં, મુંબઈથી પ્રથમ વિશેષ ટ્રેન અયોધ્યા માટે રવાના થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, આગામી લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં ( Ayodhya ) ભાજપના આ મિશનથી પાર્ટીને ખાસ્સો ફાયદો થાય તેવી પૂરી સંભાવના છે.
ટૂંક સમયમાં જ ટ્રેનોના વિગતવાર સમયપત્રકની જાહેરાત કરવામાં આવશે…
અસ્થા વિશેષ ટ્રેન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી અયોધ્યા ધામ જંક્શન માટે સોમવારે રાત્રે 10.35 કલાકે ઉપડી હતી. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને BJP મુંબઈ અધ્યક્ષ આશિષ શેલાર CSMT રેલવેને ફ્લેગ ઑફ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Vande Bharat Express: તામિલનાડુમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, આટલા કોચના કાચ તૂટ્યા..
ઉલ્લેખનીય છે કે, 35 કલાકની મુસાફરી બાદ આ સ્પેશિયલ ટ્રેન અયોધ્યા પહોંચશે. ટ્રેનની બેઠક ક્ષમતા 1300 છે. 22 સ્લીપર કોચનું રિઝર્વેશન ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા ફુલ ટેરિફ રેટ (FTR) મુજબ કરવામાં આવ્યું છે. ભાજપનું મિશન અયોધ્યા 24 માર્ચ સુધી ચાલશે.
મુંબઈ લોકસભા વિસ્તારની ટ્રેનો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને થાણેથી ઉપડશે. તેમજ સંબંધિત લોકસભા વિસ્તારની ટ્રેનો નાસિક, પુણે, નાગપુર જેવા રેલ્વે સ્ટેશનોથી દોડશે. રેલ્વે બોર્ડે દેશના તમામ ઝોનલ રેલ્વેને અયોધ્યા માટે વિશેષ ટ્રેનોની યોજના બનાવવા માટે સૂચના આપી છે. આ માટે ખાસ ફી લેવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ, તમામ પ્રાદેશિક ટ્રેનોનું આયોજન પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ ટ્રેનોના વિગતવાર સમયપત્રકની જાહેરાત કરવામાં આવશે.