Murder mubarak: મર્ડર મુબારક માં હત્યા ના રહસ્ય પરથી પડદો હટાવશે પંકજ ત્રિપાઠી, હત્યા કરવા વાળા ના ચેહરા સાથે જાહેર થઇ ફિલ્મ ની રિલીઝ ડેટ

Murder mubarak: હોમી અદાજાનિયા દ્વારા નિર્દેશિત મર્ડર મુબારક નું ટીઝર રિલીઝ થયું છે આ ટીઝર માં પંકજ ત્રિપાઠી હત્યારા ની શોધમાં છે અને તે હત્યા કરવા વાળા ની ઝલક પણ બતાવી રહ્યા છે.

by Zalak Parikh
murder mubarak pankaj tripathi staring film teaser and release date out

News Continuous Bureau | Mumbai

Murder mubarak:ફિલ્મ મર્ડર મુબારક સસ્પેન્સ, કોમેડી અને રોમાંસ થી ભરપૂર છે. આ ફિલ્મ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં એક થી એક કલાકારો છે. હોમી અદાજાનિયા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ 15 માર્ચે પ્રીમિયર થશે.આ ફિલ્મ ના નિર્માતા એ ફિલ્મ નું ટીઝર શેર કરી ને ફિલ્મ ની રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે.આ ટીઝર સામે આવ્યા બાદ લોકો માં ફિલ્મ ને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  

આ સમાચાર પણ વાંચો : Poonam Pandey : પૂનમ પાંડેને પોતાના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવા બદલ શું થઈ શકે સજા? શું કહે છે કાયદો.. જાણો વિગતે અહીં..

મર્ડર મુબારક નું ટીઝર 

ફિલ્મ મર્ડર મુબારક ના નિર્માતા એ ફિલ્મ નું ટીઝર શેર કર્યું છે. આ ટીઝર માત્ર 1 મિનિટ 27 સેકન્ડ નું છે. આ ટીઝર માં જોવા મળી રહ્યું છે કે, પંકજ ત્રિપાઠી કહી રહ્યા છે કે ‘જેઓ હત્યા કરે છે, તેઓ કેવા દેખાય છે, દક્ષિણ દિલ્હીની રાજકુમારી (સારા અલી ખાન) અથવા ચાંદની ચોક (વિજય વર્મા)ના એક તબાહ થયેલા પ્રેમી જેવો, સસ્પેન્સ ફિલ્મોના કેટલાક જૂના સપના ની એક છોકરી (કરિશ્મા કપૂરનું) અથવા રંગીન કલાકાર (ડિમ્પલ કાપડિયા) જેની નસોમાં શાહી લોહી વહેતું હોય (સંજય કપૂર) અથવા ગપસપ બટરફ્લાય (ટિસ્કા ચોપરા) અથવા પાર્ટીઓનું મચ્છર (સુહેલ નય્યર). ખરેખર, મોટાભાગના હત્યારા દેખાવમાં ખરાબ નથી હોતા, તેઓ સામાન્ય સ્ત્રી અને પુરૂષો છે. તમારી અને મારી જેમ હોઈ શકે કે આપણી બાજુ માં બેસી ને મન માં ને મનમાં હસી રહ્યા હોય અને કહી રહ્યા હોય ભાઈ મર્ડર મુબારક.’

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)


 

તમને જણાવી દઈએ કે, મર્ડર મુબારક માં પંકજ ત્રિપાઠી, સારા અલી ખાન, વિજય વરમાં, કરિશ્મા કપૂર, ડિંમ્પલ કાપડિયા, સંજય કપૂર, ટિસ્કા ચોપરા અનેસુહેલ નૈય્યર જેવા ફેમસ સ્ટાર્સ આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ અનુજા ચૌહાણની ‘ક્લબ યુ ટુ ડેથ’નું પુસ્તક-થી-સ્ક્રીન રૂપાંતર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More