News Continuous Bureau | Mumbai
Lahore 1947: સની દેઓલ તેની ફિલ્મ ગદર 2 ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મ વર્ષ 2023 ની બ્લોક બસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મ બાદ સની દેઓલ ને ઘણા પ્રોજેક્ટ ની ઓફર આવી. તેમાંથી સ્ને દેઓલે લાહોર 1947 અને રામાયણ માટે તૈયારીઓ કરી લીધી છે. જોકે, રામાયણ પહેલા સની લાહોર 1947નું શૂટિંગ કરશે. આ ફિલ્મ આમિર ખાનના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. જેને દિગ્ગજ દિગ્દર્શક રાજકુમાર સંતોષી દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે. હવે આ ફિલ્મના શૂટિંગ શેડ્યૂલ અને સેટ વિશે માહિતી સામે આવી છે.
આ સમાચાર પણ વાંચો : Murder mubarak: મર્ડર મુબારક માં હત્યા ના રહસ્ય પરથી પડદો હટાવશે પંકજ ત્રિપાઠી, હત્યા કરવા વાળા ના ચેહરા સાથે જાહેર થઇ ફિલ્મ ની રિલીઝ ડેટ
લાહોર 1947 નું શૂટિંગ
મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મના સેટનું કામ પણ અંતિમ તબક્કામાં છે અને આ ફિલ્મનું શૂટિંગ આવતા અઠવાડિયે શરૂ થવાની સંભાવના છે.એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રાજકુમાર સંતોષીએ મુંબઈ ના મડ આઈલેન્ડમાં વૃંદાવન સ્ટુડિયોમાં શરણાર્થી શિબિર બનાવી છે. ફિલ્મનું શૂટિંગ પણ 12 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે.તાજેતરમાં જ ફિલ્મના દિગ્દર્શકે ખુલાસો કર્યો હતો કે તેઓ આ ફિલ્મના સંગીત માટે ઓસ્કાર વિજેતા એઆર રહેમાન અને ગીતકાર જાવેદ અખ્તર સાથે કામ કરી રહ્યા છે.