અરશદ વારસી અને મારિયા ગોરેટીના લગ્ન 14 ફેબ્રુઆરી 1999ના રોજ થયા હતા. પરંતુ ત્યારે તેમને લગ્ન ની નોંધણી નહોતી કરાવી 

અરશદ વારસીએ લગ્નના 25 વર્ષ બાદ કાયદેસર રીતે લગ્નની નોંધણી કરાવી છે. 

મીડિયા સાથે ની વાતચીત દરમિયાન અર્શદ વારસી એ કહ્યું, 'મારા મગજમાં આ વિચાર ક્યારેય નહોતો આવ્યો. ક્યારેય વિચાર્યું ન હતું કે તે આટલું મહત્વપૂર્ણ છે. 

અર્શદે કહ્યું, ‘પરંતુ હવે અમને ખબર પડી છે કે જ્યારે મિલકતની વાત આવે છે અથવા તમે આ દુનિયામાં નથી ત્યારે પણ આ કેટલું મહત્વનું છે. અમે કાયદાની ખાતર આ કર્યું.’

‘પરંતુ, હું એક પાર્ટનર તરીકે માનું છું કે, જો તમે એકબીજા માટે પ્રતિબદ્ધ છો, તો આટલું જ મહત્વનું છે.’  

આ ઉપરાંત અર્શદે કહ્યું, ‘મને મારા લગ્નની તારીખ કોઈની સાથે શેર કરવી પસંદ નથી. હું તેને ધિક્કારું છું. કારણ કે તે મને ખૂબ જ નકામું લાગે છે.

મારિયા એ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું, ‘અમે આ પ્રોસેસ દરમિયાન ખુબ હસી રહ્યા હતા હા, મેં એ જ વ્યક્તિ સાથે ત્રીજી વાર લગ્ન કર્યા છે. આવું કોણ કરે’ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા અને તેની પત્નીએ 23 જાન્યુઆરીએ તેમના લગ્ન નોંધ્યા અને કોર્ટમાં લગ્ન કર્યા.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow