News Continuous Bureau | Mumbai
Mumbai Airport: મુંબઈના એરપોર્ટ પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એર ઈન્ડિયાની ( Air India ) ફ્લાઈટમાં ન્યૂયોર્કથી મુંબઈ આવી રહેલા એક 80 વર્ષના વૃદ્ધનું ( Senior Citizen ) મૃત્યુ થયું છે, કારણ કે તેમને વ્હીલચેર મળી શકી ન હતી.
વાસ્તવમાં એર ઈન્ડિયાના એક વૃદ્ધ પેસેન્જરે મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ વ્હીલચેર માટે વિનંતી કરી હતી, પરંતુ વ્હીલચેરની ( wheelchair ) ભારે માંગને કારણે, તેમને રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. આએરપોર્ટ પર વ્હીલચેરની અછતને કારણે તેમને માત્ર એક જ વ્હીલચેર મળી હતી. તેમજ સહાયક પણ ન હોવાથી વૃદ્ધે તેની પત્નીને વ્હીલચેર પર બેસાડીને પોતે પગપાળા જવાનું નક્કી કર્યું હતું. લગભગ 1.5 કિલોમીટર ચાલ્યા પછી, વૃદ્ધાને હૃદયરોગનો હુમલો ( heart attack ) આવ્યો અને ઇમિગ્રેશન વિસ્તારમાં જમીન પર પડી ગયા.
12 ફેબ્રુઆરીએ ન્યૂયોર્કથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી ( Air India flight ) પેસેન્જર ઉતર્યા બાદ એરપોર્ટ પર આ ઘટના બની હતી. એરલાઇનના પ્રવક્તાએ શુક્રવારે જણાવ્યું કે પેસેન્જરની ઉંમર 80 વર્ષથી વધુ હતી.
આ ઘટના અંગે મુંબઈ એરપોર્ટ ઓપરેટર MIAL તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા નથી.
આ ઘટનાની માહિતી મળતાં જ તેમને તાત્કાલિક એરપોર્ટ મેડિકલ ફેસિલિટીમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી તબીબોએ તેમને નાણાવટી હોસ્પિટલમાં રીફર કરતાં ત્યાં તેમનું મોત થયું હતું. મૃતક વૃદ્ધ ભારતીય મૂળના હતા અને તેમની પાસે અમેરિકન પાસપોર્ટ હતો.
આ સમાચાર પણ વાંચો : Cannabis in Ukraine: યુક્રેને ભાંગને કરી કાયદેસર, આ કામ માટે થશે ઉપયોગ.. જાણો યુદ્ધથી ઝઝૂમી રહેલા દેશે કેમ કર્યું આવું
એર ઈન્ડિયાએ એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, વ્હીલચેરની ભારે માંગને કારણે એરલાઈન સ્ટાફ ( Airline staff ) દ્વારા સિનિયર સિટીઝન પ્રવાસીઓને વ્હીલચેરની રાહ જોવાની વિનંતી કરવામાં આવી હતી, તેમજ એક વ્હીલચેર આપવામાં આવી હતી તેથી વૃદ્વ તેની પત્ની વ્હીલચેર પર બેસાડી પોતે પગપાળા જવાનું પસંદ કર્યું હતું.
એર ઈન્ડિયાએ વધુમાં કહ્યું હતું કે, અમે શોકગ્રસ્ત પરિવારના સભ્યો સાથે સતત સંપર્કમાં છીએ અને તેમને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘટના અંગે મુંબઈ એરપોર્ટ ઓપરેટર MIAL તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.