News Continuous Bureau | Mumbai
Maldives: માલદીવમાં નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુની ( Mohamed Muizzu ) સરકાર બની ત્યારે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં તણાવ દેખાવા લાગ્યો હતો. તેમની છબી એક એવા નેતાની છે જે ચીન તરફ વધુ ઝુકાવ ધરાવે છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી અને બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયો. માલદીવના મંત્રીઓએ પીએમ મોદી વિશે નિવેદન આપ્યું હતું, જેના પછી ત્યાંની સરકારે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. હવે સમાચાર એ છે કે પીએમ મોદી ( PM Modi ) સાથેની આ ગડબડ પછી માલદીવે પોતાને નાદાર જાહેર કરી દીધા છે.
મિડીયા રિપોર્ટ અનુસાર, કહેવામાં આવી રહ્યું છે કે, ચીનના ( China ) મોંઘા દેવાને કારણે ભારતનો અન્ય એક પાડોશી દેશ નાદાર થઈ ગયો છે. માલદીવે IMF સાથે આ માહિતી શેર કરીને બેલઆઉટની માંગ કરી છે. નોંધનીય છે કે, ભારત સાથે પહેલેથી જ સંઘર્ષ કરી રહેલી માલદીવની અર્થવ્યવસ્થાને ( Maldivian economy ) હવે વધુ ઝટકો લાગ્યો છે અને વાત હવે નાદારી સુધી પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં માલદીવે સ્થિતિ સુધારવા માટે IMF પાસેથી લોન માંગી છે.
Maldives has reportedly declared bankruptcy with IMF and has asked for a bailout package 🔥🔥
Maldives in MASSIVE crisis after its relations detoriated with India & PM Modi ⚡ #Maldives pic.twitter.com/8bAUAUXBAO
— Abhi chaudhary (@AlongKumar1) February 17, 2024
માલદીવની નાદારીના સમાચાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટથી શરૂ થયા..
માલદીવની નાદારીના સમાચાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટથી શરૂ થયા હતા. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, માલદીવે IMF સમક્ષ પોતાને નાદાર જાહેર કરી દીધા છે અને બેલઆઉટ પેકેજની પણ માંગણી કરી છે. આ સમાચાર જંગલમાં આગની જેમ ફેલાઈ ગયા છે.
આ સમાચાર પણ વાંચો : Atal Setu: હવે મુંબઈ- પુણે શિવનેરી બસ અટલ સેતુથી દોડશે, જાણો કેવો હશે રૂટ? કેટલો સમય લાગશે..
માલદીવની નાદારીના સમાચાર બાદ માલદીવના આર્થિક બાબતોના મંત્રી મોહમ્મદ સઈદે તેનું ખંડન કર્યું હતું. સન ઈન્ટરનેશનલના એક સમાચાર અનુસાર મંત્રી મોહમ્મદ સઈદે કહ્યું કે માલદીવની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. તે અપેક્ષા કરતા વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે.
તો વધુમાં જણાવતા કહ્યું હતું કે, સરકારે IMF પાસેથી મદદ માંગી છે અને તેની સાથે આર્થિક સુધારણા કાર્યક્રમ શરૂ કરવા માટે સંમત થઈ છે. દેશની આર્થિક સમસ્યાઓને દૂર કરવાનો આ પ્રયાસ છે. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક વર્ગ એવા છે જેઓ દેશની આર્થિક સ્થિતિ વિશે ધારણા બનાવીને લોકોમાં અવિશ્વાસ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)