Varun dhawan: ગુડ ન્યુઝ, જલ્દી જ પિતા બનવાનો છે વરુણ ધવન, અભિનેતા એ ખાસ અંદાજ માં શેર કર્યા આ સારા સમાચાર

Varun dhawan: વરુણ ધવન જલ્દી જ પિતા બનવાનો છે. વરુણ ધવને ખાસ અંદાજ માં તેની પત્ની નતાશા દલાલની પ્રેગ્નન્સી ના સમાચાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપ્યા છે.

by Zalak Parikh
varun dhawan soon to be father actor share photo

News Continuous Bureau | Mumbai 

Varun dhawan: બોલિવૂડ અભિનેતા વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલ જલ્દી જ માતા પિતા બનવાના છે. વરુણ ધવને તેની પત્ની નતાશા દલાલની પ્રેગ્નન્સીની જાણકારી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે. વરુણ ધવને પત્ની નતાશા દલાલ સાથે એક તસવીર શેર કરી છે. જેમાં વરુણ તેની પત્ની નતાશા ના બેબી બમ્પને કિસ કરતો જોવા મળી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Poacher trailer: વેબ સિરીઝ ‘પોચાર’ નું રૂંવાડા ઉભા કરી દે તેવું ટ્રેલર થયું રિલીઝ, જાણો ક્યારે જોઈ શકશો આલિયા ભટ્ટ ની સિરીઝ

વરુણ ધવને આપ્યા સારા સમાચાર 

વરુણ ધવને તેના ફેન્સ સાથે તેની ખુશી શેર કરી છે. વરુણ ધવને તેના ઇન્સ્ટાગ્રામ પર તેની અને નતાશા ની તસવીર શેર કરી ને નતાશા ની પ્રેગ્નન્સી ના સમાચાર આપ્યા છે. વરુણ ધવને શેર કરેલી બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર માં જોવા મળી રહ્યું છે કે વરુણ ધવન ઘૂંટણ પર બેઠો છે અને તેની સામને નતાશા ઉભી છે. આ દરમિયાન તે નતાશા ના બેબી બમ્પ ને કિસ કરતો જોવા મળી રહ્યો છે. આ તસવીર સાથે વરુણ ધવને કેપશન માં લખ્યું, ‘અમે પ્રેગ્નન્ટ છીએ. તમારા બધાના આશીર્વાદ અને પ્રેમની જરૂર છે.’ વરુણ ધવને આ પોસ્ટ શેર કરતાની સાથે જ ફેન્સ અને સેલિબ્રિટીઓએ તેને અભિનંદન આપવાનું શરૂ કરી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by VarunDhawan (@varundvn)


તમને જણાવી દઈએ કે, વરુણ ધવન અને નતાશા દલાલ બાળપણના મિત્રો છે અને લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ કપલે વર્ષ 2021 માં લગ્ન કર્યા હતા.લગ્નના ત્રણ વર્ષ બાદ કપલે સારા સમાચાર આપ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More