Kartik aaryan: શું આશિકી 3 નો ભાગ નથી તું આશિકી હૈ? આ ફિલ્મ પર આધારિત છે કાર્તિક આર્યન ની ફિલ્મ

Kartik aaryan: કાર્તિક આર્યન તેની ફિલ્મ આશિકી 3 ને લઈને ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મ નું નામ ‘આશિકી 3’ માંથી ‘તું આશિકી હૈ’ થઇ ગયું છે. હવે આ ફિલ્મ ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

by Zalak Parikh
kartik aaryan tu aashiqui hai is not third part of aashiqui series

News Continuous Bureau | Mumbai 

Kartik aaryan: કાર્તિક આર્યન તેની ફિલ્મ આશિકી 3 ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ આશિકી ફ્રેન્ચાઇઝી નો ત્રીજો ભાગ છે. કાર્તિક આર્યન ફિલ્મ આશિકી 3 માં જોવા મળશે તેવા સમાચાર સામે આવ્યા હતા, થોડા દિવસ પહેલા આ ફિલ્મ ને લઈને એવા સમાચાર સામે આવ્યા હતા કે કાર્તિકની ‘આશિકી 3’નું નામ બદલવામાં આવ્યું છે. હવે આ ફિલ્મ ‘આશિકી 3’ નહીં, પરંતુ ‘તુ આશિકી હૈ’ તરીકે રિલીઝ થશે. હવે આ ફિલ્મ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Aashiqui 3: કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી ની ફિલ્મ આશિકી 3 ને મળ્યું નવું નામ, આ ટાઇટલ સાથે રિલીઝ થશે ફિલ્મ

આશિકી 3 નો હિસ્સો નથી તું આશિકી હૈ 

મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ ‘તુ આશિકી હૈ’ ‘આશિકી’ સિરીઝની સિક્વલ નથી. રિપોર્ટ મુજબ આ ફિલ્મ ‘આશિકી’નો ત્રીજો ભાગ નહીં, પરંતુ કાર્તિક ની નવી ફિલ્મ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેનું નામ સંપૂર્ણપણે અલગ છે અને વાર્તા પણ અલગ છે. આ ફિલ્મ 1981માં આવેલી ફિલ્મ ‘બસેરા’ પર આધારિત છે, જેમાં શશિ કપૂર, રાખી અને રેખાએ અભિનય કર્યો હતો. જો કે, મેકર્સ તરફ થી હજી સુધી આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More