News Continuous Bureau | Mumbai
Maratha Reservation Law: રાજ્ય વિધાનસભાએ મંગળવારે યોજાયેલા વિશેષ સત્રમાં સર્વસંમતિથી મરાઠા આરક્ષણ બિલને ( Maratha Reservation Bill ) મંજૂરી આપી હતી. તેથી રાજ્યમાં હવે મરાઠા સમુદાયને અનામત ( Reservation ) મેળવવાનો માર્ગ મોકળો થયો છે. આ બિલ અનુસાર મરાઠા સમુદાયને નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામત મળશે. આ અનામતને કારણે દરેક રાજ્ય માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત 50 ટકાની મર્યાદા ઓળંગાઈ ગઈ છે. રાજ્યમાં હવે અનામતનો કુલ આંકડો 72 ટકા પર પહોંચી ગયો છે. તેથી ભવિષ્યમાં મરાઠા આરક્ષણ કાયદાકીય કસોટીમાં ટકી શકશે કે કેમ તે જોવું અગત્યનું રહેશે. કારણ કે, ફડણવીસ સરકાર દરમિયાન જ્યારે મરાઠા સમુદાયને ( Maratha community ) આરક્ષણ આપવામાં આવ્યું ત્યારે તે હાઈકોર્ટમાં પસાર થયું હતું. જો કે મરાઠા આરક્ષણ કાયદાને સુપ્રીમ કોર્ટમાં રદ્દ કરી દેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ( Maharashtra ) અત્યાર સુધી , અનુસૂચિત જાતિઓ (13 ટકા), અનુસૂચિત જનજાતિ (7 ટકા), અન્ય પછાત વર્ગો (19 ટકા), મુક્ત જાતિઓ અને વિચરતી જાતિઓ (11 ટકા), વિશેષ પછાત વર્ગો (2 ટકા) માટે અનામત છે. આ સંયુક્ત આંકડો 52 ટકા હતો. હવે તેમાં 10 ટકા મરાઠા આરક્ષણ ઉમેરવામાં આવ્યું છે. જેના કારણે રાજ્યમાં અનામત 62 ટકા પર પહોંચી ગઈ છે. જો કેન્દ્ર સરકાર ( Central Govt ) દ્વારા આર્થિક રીતે નબળા વર્ગો માટે લાગુ કરાયેલી 10 ટકા અનામતને આમાં સામેલ કરવામાં આવે તો અનામતની ટકાવારી 72 ટકા સુધી પહોંચી જાય છે.
અમે સમાજને નહીં પણ વર્ગને અનામત આપીએ છીએઃ શિંદે સરકાર..
રાજ્ય પછાત વર્ગ આયોગના રિપોર્ટ અનુસાર, મરાઠા સમુદાયની વસ્તી 28 ટકા છે. આમાં કુણબી રેકોર્ડ ધરાવતા મરાઠા સમુદાયને 10 ટકા અલગ અનામતનો લાભ નહીં મળે. તેમજ મરાઠા ભાઈઓ કે જેમની વાર્ષિક આવક વધારે છે. તેમને પણ આ આરક્ષણમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Farmer Protest: ડેડલાઈન પૂરી થઈ.. હજારો ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરશે, સરહદ પર પોલીસ રાખશે કડક તકેદારી… સરકારે કરી આ અપીલ
મરાઠા આરક્ષણનો કાયદો અદાલતોમાં કાયદાની કસોટી પર પસાર કરવામાં આવ્યો ન હતો. આવા અગાઉના અનુભવને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે બિલ રજૂ કરતી વખતે એક વિશેષ વ્યૂહરચના ઘડી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મરાઠા સમુદાયને અપાયેલ આરક્ષણ અપવાદરૂપ સંજોગોને કારણે વાજબી છે. તેમજ જ્ઞાતિના નામે અપાતી અનામત કોર્ટમાં મંજુર થતી નથી. પરંતુ ચોક્કસ વર્ગને આપવામાં આવતી અનામત મંજુર કરવામાં આવે છે. તે ધ્યાનમાં રાખીને સરકારે એવું વલણ અપનાવ્યું છે કે અમે સમાજને નહીં પણ વર્ગને અનામત આપીએ છીએ.