News Continuous Bureau | Mumbai
Ameen Sayani :
- રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા પીઢ રેડિયો પ્રસ્તુતકર્તા અમીન સયાનીનું નિધન થયું છે.
- અમીન સયાનીએ 91 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા.
- પ્રાપ્ત માહિતી મુજબ તેમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. તેમના દીકરા રઝીલ સયાનીએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે.
- અમીન સયાનીના નિધનના સમાચારથી તેમના ફેન્સમાં શોકની લહેર દોડી ગઇ છે.
- અમીન સયાની તેમના નામે 54,000 થી વધુ રેડિયો પ્રોગ્રામ પ્રોડ્યુસ કરવાનો/વોઈસઓવર કરવાનો રેકોર્ડ ધરાવે છે.
- લગભગ 19,000 જિંગલ્સ માટે અવાજ આપવા બદલ અમીન સયાનીનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલ છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi In Jammu-Kashmir : PM મોદીએ દેશને આપી 32,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ, વિકસિત જમ્મુ કાશ્મીરના કર્યા ભરપૂર વખાણ