રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. 

રકૂલ અને જેકી એ પરિવાર અને મિત્રો ની હાજરી માં ગોવામાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા છે. 

રકુલ પ્રીત અને જેકીએ પહેલા આનંદ કારજ વિધિ બાદ શીખ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા અને પછી સિંધી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા 

રકુલ અને જેકીએ ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે લગ્નની તસવીરો શેર કરી છે.

ભારે જ્વેલરી, હાથમાં આછા ગુલાબી બંગડીઓ અને ગુલાબી રંગના લહેંગા પહેરેલી રકૂલ દુલ્હન ના રૂપ માં ખૂબ જ સુંદર લાગી રહી હતી. 

આ સાથે જ જેકીએ તેની દુલ્હન રકૂલ સાથે મેચિંગ શેરવાની પહેરી હતી જેમાં તે ખુબજ હેન્ડસમ લાગી રહ્યો હતો.  

લગ્ન બાદ આ રકૂલ અને જેકી મીડિયાને મળવા માટે લગ્ન સ્થળ ની બહાર આવ્યા હતા.  

રકૂલ અને જેકી એ પાપારાઝી ને ખુબ પોઝ આપ્યા હતા.આ દરમિયાન બંનેના ચહેરા પર એક અલગ ચમક જોવા મળી હતી 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow