News Continuous Bureau | Mumbai
Baatein kuch ankahee si: બાતે કુછ અનકહી સી એ રાજન શાહી નો શો છે. આ શો થોડા મહિના પહેલા જ સ્ટારપ્લસ પર શરૂ થયો હતો. હવે આ સિરિયલ ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સિરિયલ ના રાજા ગણાતા રાજન શાહી ની આ સિરિયલ ઓફ એર થઇ રહી છે. આ સિરિયલ માં પમ્મી બુઆ નું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી શિબા એ આ શો બંધ થવા પર ખુલી ને વાત કરી હતી.
બાતે કુછ અનકહી સી નો છેલ્લો એપિસોડ
બાતે કુછ અનકહી સી માં પમ્મી બુઆ નું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી શિબા એ જણાવ્યું કે, “તે આખી કાસ્ટ અને ક્રૂ માટે ખૂબ જ હ્રદયસ્પર્શી છે. તે વિશે સારું નથી લાગતું. મારી કારકિર્દીમાં કદાચ આ પ્રથમ વખત છે જ્યારે કોઈ શો પ્રસારિત થઈ રહ્યો છે. તે મારા હૃદયમાં ખાલી જગ્યા છોડી દે છે. હું એમ નહીં કહું કે તે ખોટો નિર્ણય છે. મને લાગે છે કે આ જ રીત છે. મને ચોક્કસપણે શોમાંથી ઘણું બધું મળ્યું છે. મને મારા નિર્માતા રાજન શાહી માં એક મિત્ર મળ્યો.. મેં મારી આખી કારકિર્દીમાં આવો નિર્માતા જોયો નથી.”
આ સમાચાર પણ વાંચો : WPL 20204: વુમન્સ પ્રીમિયર લીગ 2024 માં શાહરુખ ખાને લગાવી સ્ટેડિયમ માં આગ, પોતાના ડાન્સ પર્ફોમન્સ થી કર્યા લોકોને ઘાયલ, જુઓ વિડીયો
તમને જણાવી દઈએ કે, બાતે કુછ અનકહી સી માં સાયલી સાલુંખે અને મોહિત મલિક મુખ્ય ભૂમિકામાં છે. ઓગસ્ટ 2023 માં પ્રીમિયર થયેલો આ શો 11 માર્ચે સમાપ્ત થવાનો છે.