News Continuous Bureau | Mumbai
Bade miyan chote miyan: બડે મિયાં છોટે મિયાં નું પ્રમોશન કરવા અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ લખનૌ પહોંચ્યા હતા. આ દરમિયાન અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ એક મોટી દુર્ઘટનાનો શિકાર બનતા બચી ગયા હતા. લખનૌ માં તેમના ફેવરિટ સ્ટાર્સ અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ ને જોવા લોકો ભારી સંખ્યા માં આવ્યા હતા. આ મામલો એટલો વધી ગયો કે પોલીસ ને તેમના પર લાઠીચાર્જ કરવો પડ્યો.
આ સમાચાર પણ વાંચો : Aamir khan: આમિર ખાન ના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ બનવા પાછળ બોલિવૂડના આ સુપરસ્ટાર અભિનેતા નો છે હાથ, એક્ટરે ફિલ્મ ના પ્રમોશન દરમિયાન કર્યો ખુલાસો
બડે મિયાં છોટે મિયાં ના પ્રમોશન દરમિયાન પોલીસે કર્યો લાઠીચાર્જ
અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ તેમની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના પ્રમોશન માટે લખનૌ પહોંચ્યા હતા. આ દરમિયાન સ્ટાર્સે ત્યાં ઘણા સ્ટંટ પણ કર્યા હતા. પોતાના ફેવરિટ સ્ટાર્સ ને જોવા લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. લોકો આ સ્ટાર્સ ની ઝલક જોવા એવા ઉતાવળા થયા કે તેમણે બેરિકેડ તોડી નાખ્યા. જે બાદ અફરાતફરી મચી ગઈ હતી. વાતાવરણ એટલું ઘોંઘાટભર્યું હતું કે ટોળાએ એકબીજા પર ચપ્પલનો વરસાદ શરૂ કર્યો હતો. આ બેકાબૂ ભીડને શાંત કરવા માટે પોલીસ ને લાઠીનો ઉપયોગ કરવો પડ્યો, ત્યારબાદ જ મામલો શાંત થયો.લોકો એ તો સ્ટેજ પર જ પથ્થર અને ચપ્પલ ફેંકવા લાગ્યા હતા. જોકે અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફને સમયસર બચાવી લેવામાં આવ્યા હતા અને બંને સ્ટાર્સ અકસ્માતમાંથી બચી ગયા હતા.
#WATCH | Ruckus erupted at the promotion event of the film ‘Bade Miyan Chote Miyan’ featuring actors Akshay Kumar and Tiger Shroff in UP’s Lucknow today pic.twitter.com/t8PS0QmP0b
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 26, 2024
फ़िल्म छोटे मियाँ बड़े मियाँ के प्रमोशन के लिए राजधानी लखनऊ पहुँचे अभिनेता अक्षय कुमार और टाइगर श्रॉफ के कार्यक्रम में हुई भगदड़, पुलिस ने आयी पब्लिक पर किया लाठीचार्ज।#BadeMiyaChoteMiya #BadeMiyanChoteMiyanOnEid2024 #lucknow #BreakingNews #UttarPradesh pic.twitter.com/ZbS2DCXf6k
— Ashutosh Tripathi (@tripsashu) February 26, 2024
તમને જણાવી દઈએ કે ‘બડે મિયાં છોટે મિયાં’ 9 એપ્રિલે મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની સાથે પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)