Sarabhai vs Sarabhai: અનુપમા બાદ હવે ‘સારાભાઈ વી સારાભાઈ 3’ માં જોવા મળશે રૂપાલી ગાંગુલી? શો ના મેકર્સ જે ડી મજેઠીયા એ શેર કર્યું અપડેટ

sarabhai vs sarabhai season 3 happening jd majethia shares an interesting update

News Continuous Bureau | Mumbai 

Sarabhai vs Sarabhai: સારાભાઈ વિ સારાભાઈ, એ લોકપ્રિય કોમેડી સિરિયલ હતી. આ સિરિયલ સૌ પ્રથમ સ્ટાર પ્લસ પર પ્રકાશિત કરવામાં આવી હતી ત્યારબાદ સિરિયલ ની સફળતા જોતા રૂપાલી ગાંગુલી, રત્ના પાઠક શાહ, સુમીત રાઘવન અને સતીશ શાહની સિરિયલ સારાભાઈ વી સારાભાઈ ને વર્ષ 2017 માં સીઝન 2 તરીકે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. જો કે બીજી સિઝન ને તેની પ્રથમ સિરિયલ ની જેમ દર્શકો તરફ થી એટલો સારો પ્રતિસાદ નહોતો મળ્યો. આ દરમિયાન સિરિયલ ના નિર્માતા જે ડી મજેઠીયા એ સિરિયલ ની ત્રીજી સીઝન અંગે અપડેટ આપ્યું છે..

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: અમિતાભ બચ્ચન ને છે અંબાણી પરિવાર સાથે ઘર જેવા સંબંધ, ટીના અંબાણી નો છે અભિષેક બચ્ચન સાથે ખાસ સંબંધ

 

સારાભાઈ વી સારાભાઈ 3 વિશે અપડેટ 

તાજેતરમાં જે ડી મજેઠીયા એ મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે, શું ‘અનુપમા’ પછી રૂપાલી ગાંગુલી હવે ‘સારાભાઈ વી સારાભાઈ 3’માં જોવા મળશે? તેમજ શું તેઓ સારાભાઈ વી સારાભાઈ 3 માં કામ કરી રહ્યા છે? જેનો જવાબ આપતા જે ડી મજેઠીયા એ જણાવ્યું કે, ‘તે મારા મગજમાં છે. હું ત્રીજી સીઝન બનાવવાનું વિચારી રહ્યો છું. પરંતુ, તેના માટે ખૂબ જ સારી સ્ક્રિપ્ટની જરૂર છે. કેટલાક મોટા વાહ પરિબળ ની જરૂર છે. જો તમે લોકો આવી જ પ્રાર્થના કરતા રહેશો તો ચોક્કસ કંઈક આવશે અને સારાભાઈ vs સારાભાઈની ત્રીજી સિઝન બનશે.’