International Women’s Day : ‘ઝરૂખો’ માં શનિવારે ‘ ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી ચેતના’ વિષય પર કાર્યક્રમ

International Women's Day : યુવાન વાર્તાકાર સમીરા પત્રાવાલા ' ગુજરાતી ટૂંકી વાર્તામાં સ્ત્રી ચેતના ' એ વિષય પર વાત કરશે. અમેરિકાસ્થિત કવયિત્રી નંદિતા ઠાકોર જે ગાયિકા અને સ્વરકાર પણ છે તેઓ મૂળ વિષયને અનુરૂપ કેટલાંક ગીતોનું ગાન કરશે.

by kalpana Verat
International Women's Day Program on 'Stri Chetna' in Gujarati Literature in 'Zharukho'

News Continuous Bureau | Mumbai 

International Women’s Day : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાવ પાસે છે ત્યારે બોરીવલીના શ્રી સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટના ‘ઝરૂખો ‘ દ્વારા ‘ ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી ચેતના ” એ વિષય પર શનિવાર ૨ માર્ચ સાંજે ૭.૨૦ વાગ્યે કાર્યક્રમ યોજાયો છે.

જાણીતાં કવયિત્રી તથા વાર્તાકાર ડૉ.સેજલ શાહ ‘ ગુજરાતી કાવ્યોમાં સ્ત્રી ચેતના ‘ વિષય પર વાત કરશે. યુવાન વાર્તાકાર સમીરા પત્રાવાલા ‘ ગુજરાતી ટૂંકી વાર્તામાં સ્ત્રી ચેતના ‘ એ વિષય પર વાત કરશે. અમેરિકાસ્થિત કવયિત્રી નંદિતા ઠાકોર જે ગાયિકા અને સ્વરકાર પણ છે તેઓ મૂળ વિષયને અનુરૂપ કેટલાંક ગીતોનું ગાન કરશે. અલ્પા વખારિયા પણ એક ગીત રજૂ કરશે.

આ સમાચાર પણ વાંચો : Himachal Rajya Sabha Election : હિમાચલ પ્રદેશ માં રાજકીય ઉથલપાથલ, ક્રોસ વોટિંગ કરનાર કોંગ્રેસના છ ધારાસભ્યો વિરુદ્ધ સ્પીકરે કરી મોટી કાર્યવાહી

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવયિત્રી પ્રતિમા પંડ્યા કરશે. ‘ઝરૂખો ‘નો આ કાર્યક્રમ બીજે માળે, સાઈબાબા મંદિર, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે અને ટ્રસ્ટીગણ સર્વને જાહેર નિમંત્રણ પાઠવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More