De de pyar de 2: ફરી જામશે અજય દેવગન અને રકૂલ પ્રીત સિંહ ની જોડી, આ દિવસથી શરૂ થશે ‘દે દે પ્યાર દે 2’ નું શૂટિંગ

De de pyar de 2: અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ સ્ટારર ફિલ્મ દે દે પ્યાર દે સૌથી ફેવરિટ કોમેડીમાંથી એક હતી હવે આ ફિલ્મ ની સિક્વલ એટલે કે ફિલ્મ ‘દે દે પ્યાર દે 2’નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે.

by Zalak Parikh
de de pyaar de 2 ajay devgn rakul reunite again

News Continuous Bureau | Mumbai 

De de pyar de 2: અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ સ્ટારર ફિલ્મ દે દે પ્યાર દે વર્ષ 2019 માં રિલીઝ થઇ હતી. આ એક કોમેડી ફિલ્મ હતી જે દર્શકો ને ખુબ પસંદ આવી હતી. આ ફિલ્મ ને મળેલા સારા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી ને મેકર્સ તેની સિક્વલ એટલેકે ફિલ્મ દે દે પ્યાર દે 2 લઈને આવી રહ્યા છે. હવે આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ અને શૂટિંગ ને લઈને એક અપડેટ સામે આવી રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Khatron ke khiladi 14: ખતરો કે ખિલાડી ની 14 માટે સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ આ અભિનેતા નો કરવામાં આવ્યો સંપર્ક, રોહિત શેટ્ટી ના શો માં કરશે પોતાના ડર નો સામનો

 

દે દે પ્યાર દે 2 નું શૂટિંગ 

મીડિયા રિપોર્ટ મુજબ મેકર્સે દે દે પ્યાર દેની સિક્વલની સ્ટાર કાસ્ટને લગભગ ફાઈનલ કરી દીધી છે. મેકર્સ દ્વારા આ ફિલ્મનું શૂટિંગ પણ મેના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં,અજય દેવગન, તબ્બુ અને રકુલ પ્રીત સિંહ પણ સિક્વલમાં ફરી જોવા મળશે. એમાં કોઈ શંકા નથી કે આ ત્રણેય સાથે ખૂબ જ આનંદી પ્રવાસ હશે.દે દે પ્યાર દેનું નિર્દેશન અકીવ અલીએ કર્યું હતું. આ વખતે લવ રંજનને ડિરેક્શનની જવાબદારી મળી શકે છે. જો કે હજુ સુધી કોઈએ સત્તાવાર માહિતી આપી નથી.

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More