Parshottam Rupala: માછીમારોના વ્યાપક હિતોને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રુપાલાએ આ ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો કરાવ્યો શુભારંભ

Parshottam Rupala: માછીમારોના વ્યાપક હિતોને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રુપાલા દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા, ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો શુભારંભ. કુલ 157.31 કરોડ રુપિયાના ખર્ચે સાગરમાલા પરિયોજના અંતર્ગત દીવ પોર્ટ અને વણાકબારામાં ડ્રેજિંગ કાર્યની શરુઆતની જાહેરાત કરવામાં આવી. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત 93.17 કરોડ રુપિયાના ખર્ચે 3.5 કિલોમીટરથી વધુ ક્ષેત્રમાં દીવના વણાકબારામાં અત્યાધુનિક ફિશિંગ હાર્બરના વિકાસ કાર્યોના સૈદ્ધાંતિક મંજૂરીની જાહેરાત કરાઈ. માછીમારોને હાઈ સ્પીડ ડીઝલના વેચાણ પર 13.5 ટકા વેટ માફ કરવાની ઐતિહાસિક જાહેરાત કરી

by Hiral Meria
Keeping in mind the wider interests of fishermen, Union Minister Parshottam Rupala launched these three important projects

News Continuous Bureau | Mumbai 

Parshottam Rupala: ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા તેમજ દીવમાં માછીમાર ( Fishermen ) પરિવારોની સામાજિક અને આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા અને મત્સ્ય ઉદ્યોગના  ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરવાના હેતુસર તારીખ 01/03/2024નાં રોજ મત્સ્ય ઉદ્યોગ, પશુપાલનડ તથા ડેરીના માનનીય કેન્દ્રીય મંત્રી, શ્રી પરષોત્તમ રુપાલાજીની દીવની દિવ્ય ભૂમિ પર શુભાગમન થયું. આ પ્રસંગે સંઘ પ્રદેશ દમણ તેમજ દીવ તથા દાદરા નગર હવેલી તથા લક્ષદ્વીપના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ પટેલજી પણ હાજર રહ્યાં. 

ઉલ્લેખનિય છે કે મત્સ્ય ઉદ્યોગ (  fisheries industry ) સંઘ પ્રદેશની એક મોટી આબાદી માટે આજીવિકાનું મુખ્ય સાધન છે અને આ હેતુ માનનીય કેન્દ્રીય મંત્રી, શ્રી પરષોત્તમ રુપાલાજીના અતુલ્ય સહયોગથી સંઘ પ્રદેશ દમણ તેમજ દીવ ( Diu ) તથા દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ પટેલના ( Praful Patel ) કુશળ નેતૃત્વમાં સંઘ પ્રદેશ પ્રશાસન માછીમારોના વિકાસ હેતુ નિરંતર પ્રતિબદ્ધ તેમજ કાર્યરત છે.

આ પ્રસંગે માછીમારોના વ્યાપક હિતોને ધ્યાનમાં રાખતા માનનીય કેન્દ્રીય મંત્રી, શ્રી પરષોત્તમ રુપાલાજી દ્વારા અનેક મહત્વપૂર્ણ તેમજ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા અને ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો. જે અંતર્ગત કુલ 157.31 કરોડ રુપિયાના ખર્ચે સાગરમાલા પરિયોજના અંતર્ગત દીવ પોર્ટ અને વણાકબારામાં ડ્રેજિંગ કાર્યની શરુઆતની જાહેરાત કરવામાં આવી. સાથે જ, માછીમારો અને પોર્ટના વિકાસ હેતુ માનનીય કેન્દ્રીય મંત્રી, શ્રી પરષોત્તમ રુપાલાજી અને સંઘ પ્રદેશ દમણ તેમજ દીવ તથા દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ પટેલજીના કુશળ નેતૃત્વ તેમજ સક્ષમ માર્ગદર્શનમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત 93.17 કરોડ રુપિયાના ખર્ચે 3.5 કિલોમીટરથી વધુ ક્ષેત્રમાં દીવના વણાકબારામાં અત્યાધુનિક ફિશિંગ હાર્બરના વિકાસ કાર્યોના સૈદ્ધાંતિક મંજૂરીની જાહેરાત કરાઈ. આ અત્યાધુનિક ફિશિંગ હાર્બરમાં માછલીના વર્ગીકરણ અને ગ્રેડિંગ, પેકિંગ હોલ અને અન્ય જરૂરી સવલતો માટે વિકસિત સિસ્ટમ હશે, જે માછીમાર પરિવારોને માછીમારીમાં અને તેને લગતી કામગીરી કરવામાં સરળતા આપશે.

આ ઉપરાંત માછીમારોને પ્રોત્સાહન અને રાહત આપવા માટે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાજીએ પણ માછીમારોને હાઈ સ્પીડ ડીઝલના વેચાણ પર 13.5 ટકા વેટ માફ કરવાની ઐતિહાસિક જાહેરાત કરી હતી, જેનાથી માછીમારોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. આનાથી માછીમાર પરિવારોને મોટી મદદ મળશે અને તેમની આવકમાં અભૂતપૂર્વ વધારો થશે.

આ સમાચાર પણ વાંચો :  Madhya Pradesh News: લગ્નનું કાર્ડ લઈને કેદી ત્રીજી વખત પહોંચ્યો કોર્ટમાં, જજે આપ્યો ઠપકો, કહ્યું- તો પછી કહેશો કે તમે હનીમૂન પર પણ જવા માંગો છો..

કાર્યક્રમની શરુઆતમાં, માનનીય કેન્દ્રીય મંત્રી, શ્રી પરષોત્તમ રુપાલાજી તેમજ માનનીય પ્રશાસનક શ્રી પ્રફુલ પટેલજી નિર્ધારિત કાર્યક્રમ સ્થળ વણાંકબારા જેટી, દીવ પર પહોંચ્યા જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત માછીમાર ભાઈ-બહેનો, સામાન્ય નાગરિકો, દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપ-પ્રમુખ તેમજ સભ્યો, દીવ નગરપાલિકા પરિષદના પ્રમુખ, ઉપ-પ્રમુખ તથા સભ્યો, દીવ મત્સ્ય એસોસિએશનના અધ્યક્ષ, ખારવા સમાજ તેમજ બોટ એસોસિએશનના અધ્યક્ષ, મત્સ્ય કોપરેટિવ સોસાયટી, પટેલ કોળી સમાજ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તથા પ્રશાસસના વરિષ્ઠ અધિકારીઓ તેમજ ચૂંટાયેલા સભ્યો દ્વારા માનનીય કેન્દ્રીય મંત્રી, શ્રી પરષોત્તમ રુપાલાજી તથા સંઘ પ્રદેશ દમણ તેમજ દીવ તથા દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ પટેલજીનું ભવ્ય સ્વાગત કરાયું.

આ કાર્યક્રમમાં કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી અને લક્ષદ્વીપના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ પટેલજીએ તેમના પ્રેરણાત્મક સંબોધનમાં જણાવ્યું હતું કે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાજી દીવના માછીમારોને મદદ કરવા અને પ્રોત્સાહિત કરવા દીવ આવ્યા છે. આ માટે માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ પટેલજીએ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાજીનો આભાર માન્યો અને તેમનો હૃદયપૂર્વક આભાર અને શુભેચ્છાઓ પાઠવી. પ્રશાસકે એમ પણ જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન દીવના માછીમારોના કલ્યાણ અને તેમની આવકમાં વધારો કરવા માટે હંમેશા સંકલ્પબદ્ધ અને પ્રતિબદ્ધ છે.

ઉપસ્થિત નાગરિકોને સંબોધતા માનનીય કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ સૌ પ્રથમ તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ નાગરિકોનો આભાર માન્યો હતો અને પ્રશાસકની કાર્યદક્ષતાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેઓ કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસ માટે સંપૂર્ણપણે સમર્પિત છે. માનનીય મંત્રીશ્રીએ કહ્યું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માછીમારોના હિત પર કેન્દ્રિત છે અને માનનીય વડાપ્રધાનશ્રીની અપાર પ્રેરણાથી માછીમારોના હિત માટે વિવિધ મહત્વના પ્રોજેક્ટો અમલમાં મુકવામાં આવી રહ્યા છે. તેમણે માછીમારોને જણાવ્યું કે, ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત માટેના સંકલ્પને સાકાર કરવા અને દીવમાં માછીમાર પરિવારોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ પ્રસંગે કેન્દ્રશાસિત પ્રદેશના તમામ વરિષ્ઠ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, રાજકીય પક્ષોના વડાઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Amrit Udyan : અમૃત ઉદ્યાન આ તારીખ સુધી ઉદ્યાન ઉત્સવ-1,2024 અંતર્ગત જાહેર દર્શન માટે ખુલ્લું..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More