News Continuous Bureau | Mumbai
Lok Sabha Election 2024: ઉત્તર પ્રદેશથી ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ઉત્તર પ્રદેશમાં ભાજપે 51 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. આ પૈકી ઘણી બેઠકો પર કેટલાક ઉમેદવારોને વધુ એક તક આપવામાં આવી છે. આમાં કૃપાશંકર સિંહનું ( Kripashankar Singh ) પણ નામ સામેલ છે. જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી કૃપા શંકર સિંહને જૌનપુરથી ( Jaunpur ) ટિકિટ આપવામાં આવી છે. કૃપાશંકર સિંહ 2021માં ભાજપમાં જોડાયા હતા. અગાઉ તેઓ કોંગ્રેસમાં હતા. તે જૌનપુરનો વતની છે અને રાજપૂત સમુદાયના છે. કહેવાય છે કે રાજનૈતિક ગણતરીઓનો અંદાજ લગાવીને જ કૃપાશંકર સિંહે જૌનપુરથી લોકસભાની ટિકિટ ( Lok Sabha ticket ) આપી છે.
કૃપાશંકર સિંહે ભાજપ ( BJP ) દ્વારા આપવામાં આવેલી આ બીજી તક આપવા બદલ પાર્ટી નેતાઓનો આભાર માન્યો હતો. તેમજ નિવેદન આપતા કહ્યું હતું કે, આટલા વર્ષો સુધી કોંગ્રેસ માટે કામ કર્યું. તેમ છતાં પણ મને આ તક મળી નહતી. તેથી ભાજપ પક્ષના નેતાઓએ લોકસભા ચૂંટણીમાં મને તક આપી તે બદલ તેમનો આભાર.
જૌનપુરમાં 1999 થી ભાજપ ચૂંટણી જીતી શક્યા નથી..
ઉલ્લેખનીય છે કે, કૃપાશંકર સિંહે 2019માં કોંગ્રેસ છોડી દીધી હતી. જમ્મુ-કાશ્મીર અંગે એનડીએની નીતિનો વિરોધ કર્યા બાદ તેમણે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. જો કે, 2004માં જ્યારે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી. ત્યારે તેમને મહારાષ્ટ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ મુંબઈના સાંતાક્રુઝ મતવિસ્તારમાંથી ધારાસભ્ય હતાં. તેમજ તેઓએ 2008 થી 2012 દરમિયાન મુંબઈ કોંગ્રેસના પ્રમુખ પદ તરીકે પણ કામ કર્યું હતું. ત્યાર પછી બે વર્ષ બાદ તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમને મોટી જવાબદારી સોંપી હતી. ભાજપે તેમને ગુજરાતના 10 જિલ્લાના પ્રભારી બનાવ્યા. આ ઉપરાંત ભાજપે તેમને મહારાષ્ટ્રમાં પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે પણ નિયુક્ત કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Aditya Thackeray : અનંત અંબાણીના પ્રી- વેડિંગ ઈવેન્ટમાં આદિત્ય ઠાકરે થયા ટ્રોલ
નોંધનીય છે કે, જૌનપુરમાં 1999 થી ભાજપ ચૂંટણી જીતી શક્યા નથી. હાલમાં અહીં BSP ના શ્યામ સિંહ યાદવ જૌનપુર લોકસભા મતવિસ્તારથી સાંસદ છે. 2019 ની લોકસભા ચૂંટણીમાં તેમણે ભાજપના કૃષ્ણ પ્રતાપ સિંહને હરાવ્યા હતા. શ્યામ સિંહ યાદવને 4,40,192 વોટ મળ્યા. આ બેઠક પરથી ભાજપ છેલ્લે 1999માં જીત હાંસલ કરી હતી. જેમાં ચૂંટણી જીતી સ્વામી ચિન્મયાનંદ લોકસભા પહોંચ્યા હતા. ત્યારબાદ સમાજવાદી પાર્ટીએ ચૂંટણી જીતી હતી. જે બાદ માયાવતીની પાર્ટી બસપાએ સતત ત્રણ ચૂંટણીમાં આ સીટ જીતી હતી. તેથી શું આ વર્ષે આ બેઠક પર ભાજપ પોતાની મોહર લગાવી શકશે કે કેમ તે જોવુ રસપ્રદ રહેશે..