News Continuous Bureau | Mumbai
Salman khan: સલમાન ખાન તેના આવનારા પ્રોજેક્ટ માટે ચર્ચામાં છે. આ અગાઉ એવા સમાચાર સામે આવ્યા હતા કે સલમાન ખાન ને સંજય લીલા ભણસાલી ની ફિલ્મ ઇન્શાલ્લાહ માંથી પડતો મુકવામાં આવ્યો છે.અને આ ફિલ્મ માં શાહરુખ ખાન ને લેવામાં આવ્યો છે. ત્યારબાદ એવા પણ સમાચાર સામે આવ્યા હતા કે સલમાન ખાન સૂરજ બડજાત્યા ની આગામી ફિલ્મ પ્રેમ કી શાદી માં જોવા મળશે. હવે આને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન ને આ ફિલ્મ માંથી પણ પડતો મુકવામાં આવ્યો છે તેના સ્થાને શાહિદ કપૂર ને સાઈન કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: જાણો શાહરુખ ખાને રામ ચરણ ને એવું તે શું કહ્યું કે ભડકી ગયા અભિનેતા ના ફેન, અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન સાથે જોડાયેલો છે મામલો
સલમાન ખાન ને શાહિદ કપૂરે કર્યો રિપ્લેસ
મીડિયા રિપોર્ટ મુજબ , સૂરજ બડજાત્યા ફિલ્મ પ્રેમ કી શાદી માટે શાહિદ કપૂરને મુખ્ય ભૂમિકામાં લેવાનું વિચારી રહ્યા છે. સલમાન ખાન ની એક્ઝિટ બાદ હવે મેકર્સ શાહિદ સાથે વાતચીત કરી રહ્યા છે. જોકે, ફિલ્મના મેકર્સ તરફથી આના પર કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.