News Continuous Bureau | Mumbai
Alia bhatt: આલિયા ભટ્ટ એ બોલિવૂડ ની સફળ અભિનેત્રી માની એક છે. આલિયા તેના દમદાર અભિનય થી લોકો ના દિલ જીતતી રહે છે. થોડા સમય પહેલા આલિયા ભટ્ટ ના યશરાજ ની સ્પાય યુનિવર્સ માં એન્ટ્રી ને લઈને સમાચાર વહેતા થયા હતા પરંતુ હવે યશરાજ ના સીઈઓ અક્ષય વિધાનીએ FICCI ફ્રેમ્સ દરમિયાન આ વાત ની પુષ્ટિ કરી છે.
આ સમાચાર પણ વાંચો : Anant ambani: અનંત અંબાણી એ તેના પ્રિ વેડિંગ સેલિબ્રેશન દરમિયાન સલમાન ખાન સાથે કરી આવી હરકત, બંને ની ક્યૂટ મોમેન્ટ થઈ કેમેરામાં કેદ
આલિયા ભટ્ટ ની થઇ યશરાજ ની સ્પાય યુનિવર્સ માં એન્ટ્રી
યશરાજ ના સીઈઓ અક્ષય એ ખુલાસો કર્યો કે, “હું આ ઇન્ડસ્ટ્રીનું એક રહસ્ય શેર કરીશ, જે એ છે કે આલિયા ભટ્ટ એક સ્પાય યુનિવર્સ ફિલ્મમાં જોવા મળશે, જેનું શૂટિંગ શેડ્યૂલ આ વર્ષના અંતમાં શરૂ થશે આ ફિલ્મનું શૂટિંગ વિદેશમાં પણ થશે.સ્પાય યુનિવર્સ માં ઘણી બધી વસ્તુઓ આવી રહી છે. અમે આ અંતર્ગત વધુને વધુ ફિલ્મો બનતી જોઈશું. હમણાં માટે, હું એટલું જ કહીશ કે આલિયા ભટ્ટ એક સ્પાય યુનિવર્સ ફિલ્મનું નેતૃત્વ કરી રહી છે.”