News Continuous Bureau | Mumbai
Sensor Bike : પ્રયાગરાજની મોતીલાલ નેહરુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ત્રીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓએ એક ઇલેક્ટ્રિક બાઇક ( Electric bike ) ડિઝાઇન કરી છે. જેમાં સિગારેટ અને આલ્કોહોલ કન્ઝમ્પશન સિસ્ટમ જેવા ફીચર્સ છે, જેનો અર્થ છે કે જો તમે દારુ પીને આ બાઇક ચલાવશો આ બાઈક શરૂ થશે નહીં અને તેથી તમારો જીવ પણ સલામત રહેશે.
પ્રયાગરાજ સ્થિત MNNIT ના વિદ્યાર્થીઓએ કંઈક એવું કર્યું છે કે જેના વખાણ કરતા લોકો થાકતા નથી. એક અહેવાલ મુજબ, MNNIT ના ત્રીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓએ, સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ ક્લબ સાથે ભાગીદારીમાં, સ્મોક ડિટેક્શન, આલ્કોહોલ ડિટેક્શન ( Alcohol detection ) અને ઈજામાં સારવાર માટે સેન્સર લગાડવા જેવી સલામતી સુવિધાઓ સાથે ઇલેક્ટ્રિક બાઇક ડિઝાઇન કરવામાં આવી છે. આ ટેકનોલોજીનો યુગ છે અને દરરોજ આવી કેટલીક નવી નવી તકનીકો વિશે જાણ થતી રહેતી હોય છે
આ ઈલેકટ્રીક બાઈકમાં ઓટો ઈમરજન્સી કોન્ટેક્ટ ( Auto emergency contact ) ફીચર પણ છે…
ભોપાલમાં ઈમ્પીરીયલ સોસાયટી ઓફ ઈનોવેટીવ એન્જીનીયર્સ દ્વારા આયોજીત NITના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દેશભરમાંથી 70 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં મોતીલાલ નેહરુ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના આ વિદ્યાર્થીઓ ભોપાલના વિદ્યાર્થીઓ છે. જેમણે ઈલેક્ટ્રિક બાઇકનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધામાં આ ઈલેક્ટ્રીક બાઈકને બેસ્ટ ડિઝાઈન અને ફ્યુચર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Share Market Investment: શું તમે શેર માર્કેટમાંથી દરરોજ કમાણી કરવા માંગો છો? બસ આ સરળ ટીપ્સ અનુસરો અને કરો કમાણી..
અહેવાલમાં વધુમાં જણાવ્યા અનુસાર, આ ઈલેકટ્રીક બાઈકમાં ઓટો ઈમરજન્સી કોન્ટેક્ટ ફીચર પણ છે. જો આ બાઇકનું અથડામણ કે અકસ્માત થાય છે. તો તેમાં આપેલા નંબર પર તરત ઓટો એલર્ટ મોકલી આપવા આવશે. તેમજ આ બાઈકમાં હિલ આસિસ્ટ ફીચર પણ છે. જે હાલ કારમાં જ જોવા મળે છે. રસપ્રદ બાબત એ છે કે આ બાઈકમાં સ્મોક અને આલ્કોહોલ ડિટેક્શન ફીચર્સનો પણ સમાવેશ છે. જેનો અર્થ એ છે કે જો કોઈ દારુ પીધા પછી આ ઇલેક્ટ્રિક બાઇક ચલાવવા માંગે છે, તો આ બાઈક શરુ જ નહી થાય. તેમજ સ્મોક ડિટેક્શન પણ ખૂબ જ મહત્વપૂર્ણ સુરક્ષા સુવિધા તરીકે આમાં ઉપલબ્ધ છે.
NIT પ્રયાગરાજના વિદ્યાર્થીઓ દ્વારા આ ડિઝાઇન કરેલી ઇલેક્ટ્રિક બાઇકની ટોપ સ્પીડ 70 કિલોમીટર પ્રતિ કલાક છે અને તમે તેની બેટરીને 4 કલાકમાં સંપૂર્ણ ચાર્જ કરીને 60 કિલોમીટર સુધીની રેન્જ મેળવી શકો છો. છેવટે, તેમાં એન્ટી થેફ્ટ એલાર્મ પણ છે. આ ઇલેક્ટ્રિક બાઇકની કિંમત લગભગ 1.30 લાખ રૂપિયા છે.