News Continuous Bureau | Mumbai
Bihar Board: બિહાર બોર્ડની પરીક્ષાઓની ઉત્તરપત્રિકાની તપાસ કરવાનું કામ ચાલુ છે. આ દરમિયાન ઘણી ઉત્તરવહીઓ ( Answer sheet ) એવી મળી આવી છે. જેમાં વિદ્યાર્થીઓએ સાચા જવાબોને બદલે ખોટી બાબતો લખી છે. આવી ઉત્તરપત્રિકાની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કોઈએ ઉત્તરવહીમાં પ્રેમભરી વાતો લખી છે. તો કોઈએ રામ ભજન લખીને સારા માર્ક્સ માંગ્યા છે.
બિહારના જમુઈ જિલ્લામાં બોર્ડની પરીક્ષાની ( Board Exams ) ઉત્તરપત્રિકાના ચેકિંગનું કામ પૂર્ણ થવા જઈ રહ્યું છે, આવી સ્થિતિમાં આ સેન્ટરમાં તપાસવામાં આવેલી ઉત્તરવહીઓની તસવીરો જોઈને દરેકને હાલ આશ્ચર્ય થાય છે. જેમાં એક વિદ્યાર્થીએ ( students ) પ્રશ્નોના જવાબોને બદલે ગીતો અને વાર્તાઓ લખી છે. તો પરીક્ષામાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે હ્યુમન જિયોગ્રાફી શું છે, તો તેના જવાબમાં વિદ્યાર્થીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ( Nitish Kumar ) નામ લખ્યા છે. આ ઉપરાંત, ઉત્તરવહીમાં પ્રશ્નોના જવાબમાં, વિદ્યાર્થીએ રામ ભજનની પંક્તિઓ ‘અવધ મેં એક દિન ઐસા આયા…’ લખી છે. તેમજ જય શ્રી રામ અને જય સીતા મૈયા પણ લખ્યું છે.
પિતાના અવસાનને ટાંકીને સારા માર્કસ માંગવાનો પ્રયાસ કર્યો છે..
આ ઉપરાંત બોર્ડની એક ઉત્તરવહીમાં વિદ્યાર્થિનીએ તેના પિતાના અવસાનને ટાંકીને સારા માર્કસ માંગવાનો પ્રયાસ કર્યો છે અને જવાબની જગ્યાએ પ્રેમફરી વાતો પણ લખી છે. તેમજ વિદ્યાર્થિનીએ ઉત્તરવહીમાં લખ્યું છે કે, હું જ્યોતિ છું… સર મહેરબાની કરીને મારી વાત સમજવાનો પ્રયાસ કરો. મારા માટે આ કહેવું ખૂબ જ જરૂરી છે. હું જાણું છું કે તમે બધા મારી વાત માનશો નહીં, સાહેબ, મારા પિતાનું અવસાન થયું છે, દસ દિવસ થઈ ગયા છે અને મેં કોઈ અભ્યાસ પૂરો કર્યો નથી અને સૌથી મોટી વાત, મારી તબિયત પણ સારી નથી. છતાં હું પરીક્ષા આપવા આવી છું, પ્લીઝ સર મને નંબર આપો, પ્લીઝ સર મારી હાલત બહુ ખરાબ છે. મને આશા છે કે તમે મારી વાત સમજી શકશો, સર.
આ સમાચાર પણ વાંચો : Gokhale Bridge : ગોખલે-બરફીવાલા બ્રિજનો જોડાણ શક્ય નહીં, બીએમસીના 100 કરોડ વેડફાયા..
બિહાર બોર્ડના વિદ્યાર્થીએ ઓહ્મિયા અને અન-ઓહમિયા તત્વના જવાબમાં લખ્યું છે કે આપણે જાણીએ છીએ કે પ્રેમ ઝડપથી નથી થતો, પરંતુ જ્યારે તે થાય છે ત્યારે તે ખૂબ જ જબરદસ્ત હોય છે, તેથી તેને અન-ઓહમિયા કહેવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થિનીએ પણ ખાતરી આપી છે કે તે આગળ ખંતથી અભ્યાસ કરશે. તેમજ વિદ્યાર્થિનીએ આગળ લખ્યું છે કે, જે પણ મારી ઉત્તરવહી તપાસશે, કૃપા કરીને મને ખૂબ સારા માર્ક્સ આપો, જેથી હું વધુ હિંમતવાન છોકરી બની શકું. તમને ખબર નહી હશે કે, મારા માથામાં થયેલી ઈજાને કારણે હું બરાબર અભ્યાસ કરી શકી નથી. તેમ છતાં મે પરિક્ષા આપી છે.
ઉત્તરવહી તપાસનાર પરીક્ષક કહે છે કે, અમને ઘણી સારી ઉત્તરપત્રિકા પણ મળી છે, પરંતુ કેટલીક એવી પણ મળે છે. જેમાં સાવ બકવાસ લખેલું હોય છે. અભ્યાસના અભાવે આ વિદ્યાર્થીઓને ઉત્તરવહીમાં શું લખવું તે જ સમજાતું નથી. તેથી ગમે તે લખી નાખે છે અને સારા માર્કની અપેક્ષા રાખે છે. હાલ આમાંથી ઘણી ઉત્તરપત્રિકાઓ સોશ્યલ મિડીયા પર વાયરલ થઈ રહી છે.