News Continuous Bureau | Mumbai
Reliance Group: અબજોપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( Reliance Industries ) હાલ તેમનો બિઝનેસ વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સાથે જ કંપનીમાં હવે નવી પેઢીને જવાબદારીઓ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સના શેરધારકોએ ( Reliance shareholders ) ગયા વર્ષે મુકેશ અંબાણીના ત્રણ સંતાનો આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ ત્રણેય ભાઈ-બહેનો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સમાન શેર ધરાવે છે. મહત્વનું છે કે, કંપનીના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી પાસે પણ આ ત્રણેય ભાઈ-બહેનો જેટલા જ શેર છે. જોકે, રસપ્રદ વાત એ છે કે આ પાંચેય લોકો કરતાં અંબાણી પરિવારની ( Ambani family ) એક મહિલા પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ શેરો છે
મિડીયા રિપોર્ટ મુજબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, કંપનીના છ પ્રમોટરો ડિસેમ્બર 2023 સુધી કંપનીમાં 50.30 ટકા હિસ્સો ધરાવે છે. તે જ સમયે, જાહેર હિસ્સો 49.70 ટકા છે.
જેમાં અંબાણી પરિવારના છ પ્રમોટરોમાં મુકેશ અંબાણી, પત્ની નીતા અંબાણી અને ઈશા, આકાશ અને અનંત અંબાણીનો સમાવેશ થાય છે. આ સિવાય મુકેશ અંબાણીની માતા કોકિલાબેન ધીરુ અંબાણી ( kokilaben ambani ) પાસે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર છે.
આકાશ, ઈશા અને અનંત અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 0.12 ટકા હિસ્સાની સમકક્ષ છે…
રિપોર્ટમાં વધુમાં જણાવ્યા મુજબ, મુકેશ અંબાણીના ત્રણ બાળકો આકાશ, ઈશા અને અનંત અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 80,52,021 ઈક્વિટી શેર ધરાવે છે. જે અનુક્રમે 0.12 ટકા હિસ્સાની સમકક્ષ છે. તો કંપનીના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી પણ તેમના બાળકો જેટલા 80,52,021 શેર ધરાવે છે.
આ સમાચાર પણ વાંચો : Human Trafficking Racket : સીબીઆઈ આવી એકશન મોડમાં, સોશ્યલ મિડીયા પર ચલાવાતો માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ, 7 રાજ્યોમાં 13 સ્થળોએ દરોડો..
તો બીજી તરફ, મુકેશ અંબાણીની માતા કોકિલાબેન ધીરુ અંબાણી પણ રિલાયન્સમાં શેરહોલ્ડર છે. તેમના નામે કુલ 1,57,41,322 શેર છે. એટલે કે તેમની પાસે 0.24 ટકા શેર વધારે છે. કોકિલાબેન ધીરુ અંબાણીનું નામ રિલાયન્સમાં સૌથી મોટા વ્યક્તિગત શેરહોલ્ડર તરીકે અગ્રણી છે.
દરમિયાન, શેરબજારમાં ઐતિહાસિક તેજી વચ્ચે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના શેરમાં હાલ ઘટાડો થયો છે. સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે શેર 1.60% ઘટીને રૂ. 2958.10 પર બંધ થયો હતો. તો હાલમાં કંપનીની માર્કેટ વેલ્યું અંદાજે 20 લાખ કરોડ રૂપિયા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)