News Continuous Bureau | Mumbai
Gokhale Bridge: શિવસેના (UBT) ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ ( Aditya Thackeray ) મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસને પત્ર લખ્યો છે. આદિત્ય ઠાકરેએ ગોખલે બ્રિજના નિર્માણના મુદ્દે મહારાષ્ટ્રના રાજ્યપાલને આ પત્ર લખ્યો છે. રાજ્યપાલને ( Ramesh Bais ) લખેલા પત્રમાં આદિત્યે લખ્યું છે કે, “ગોખલે બ્રિજ મુદ્દે નિષ્પક્ષ તપાસની આશા છે અને તેથી મહાપાલિકા કમિશનર ( BMC Commissioner ) અને રેલવે અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ.”
ઉલ્લેખનીય છે કે, ગોખલે બ્રિજને અંગ્રેજોના સમયમાં બનાવામાં આવ્યો હતો. જેમાં આ બ્રિજ જર્જરિત સ્થિતિમાં હોવાથી વાહન વ્યવહાર ( Transportation ) માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પુલને નવેસરથી બનાવ્યા બાદ હવે આ પુલનો એક લેન ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. એ વાત સાચી છે કે BMCએ 200 કરોડના ખર્ચે આ નવો બ્રિજ બનાવ્યો છે, પરંતુ આ નવા પુલમાં પણ ગડબડ છે. જેથી હાલ પાલિકાના ઈજનેરો દ્વારા આવો બ્રિજ બનાવવા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
Shive Sena (UBT) MLA Aaditya Thackeray writes to the Maharashtra Governor over the Gokhale Bridge construction issue
“A fair inquiry is expected on this issue and therefore Municipal Commissioner Iqbal Singh Chahal and the railways’ officials must be suspended…,” he writes pic.twitter.com/IWqMW9gMN3
— ANI (@ANI) March 8, 2024
આ સમાચાર પણ વાંચો : Rohit Sharma Shubman Gill Century: ધર્મશાલા ટેસ્ટમાં રોહિત અને શુભમનની ધમાકેદાર બેટીંગ, રોહિત શર્માએ કરી સચિન અને ગાવસ્કરની બરાબરી.. તોડ્યો આ રેકોર્ડ..
આ પુલ બે વર્ષ પહેલા તોડી પાડવામાં આવ્યો હતો અને તે જગ્યાએ નવા પુલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું…
નોંધનીય છે કે, આ પુલ બે વર્ષ પહેલા તોડી પાડવામાં આવ્યો હતો અને તે જગ્યાએ નવા પુલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી આ બ્રિજ બંધ હોવાથી અહીંથી પસાર થતા સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંધેરી પૂર્વ અને પશ્ચિમને જોડતો ગોપાલકૃષ્ણ ગોખલે બ્રિજ 2018થી આ જ કારણોસર ચર્ચામાં છે. આ પુલનો એક ભાગ જુલાઈ 2018માં તૂટી પડ્યો હતો. જેમાં બે લોકોના મોત થયા હતા. તેથી, 7 નવેમ્બર, 2022 થી બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)