News Continuous Bureau | Mumbai
India Taliban Relations: અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન ચાલી રહ્યું છે. તાલિબાન સરકારના શાસનમાં ભારતીય પ્રતિનિધિમંડળ ( Indian delegation ) અનેક વખત અફઘાનિસ્તાનની મુલાકાત લઈ ચૂક્યું છે. આ સમયગાળા દરમિયાન, ભારતે દુષ્કાળ અને ગરીબી વચ્ચે સામાન્ય લોકોને અનાજ અને અન્ય સુવિધાઓ પણ પૂરી પાડી હતી. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આવી બેઠકોથી પાકિસ્તાન ચોંકી ઉઠ્યું છે. દરમિયાન, ફરી એકવાર ભારતીય પ્રતિનિધિમંડળ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને મળ્યું હતું. ભારત અને તાલિબાન વચ્ચે યોજાયેલી આ બેઠકમાં ગુરુવારે વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ જેપી સિંહના ( JP Singh ) નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ કાબુલમાં તાલિબાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીને મળ્યા હતા. આ દરમિયાન તેઓ અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈને પણ મળ્યા હતા.
The Ministry of Foreign Affairs has reported that #India‘s special representative, JP Singh, held a meeting with numerous Afghan businessmen at the ministry. During the interaction, Afghan businessmen emphasized ..
1/3 pic.twitter.com/5DI7IQG5WS— همت ځواک (@Muhamma90173590) March 8, 2024
મિડીયા રિપોર્ટ મુજબ, આ અંગે તાલિબાનના વિદેશ મંત્રાલયના ( Ministry of External Affairs ) પ્રવક્તા અબ્દુલ કહાર બલ્કીએ સોશ્યલ મિડીયા પોસ્ટ શેર કરતા કહ્યું હતું કે, અફઘાનિસ્તાન ( Afghanistan ) અને ભારત વચ્ચે આર્થિક અને પરિવહન બાબતો પર વિશેષ ચર્ચા થઈ હતી. તેમજ બંને દેશો વચ્ચેના સંબંધો ઐતિહાસિક છે. જેમાં શ્રી સિંહે નિવેદન આપતા કહ્યું હતું કે, ભારતે અફઘાનિસ્તાનમાં છેલ્લા અઢી વર્ષમાં વિવિધ વિસ્તારોમાં ઘણી વખત માનવતાવાદી સહાય મોકલી છે.
તાલિબાનના વિદેશ મંત્રાલયે માનવતાવાદી સહાય મોકલવા બદલ ભારતનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. ..
મિડીયા રિપોર્ટમાં વધુમાં જણાવ્યા મુજબ, અફઘાનિસ્તાનમાં સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરવા તેમજ નાર્કોટિક્સ, ISKP સામે લડવા અને દેશમાં ભ્રષ્ટાચાર સામે લડવા માટે IEAના પ્રયાસોની પ્રશંસા કરતા જેપી સિંહે નિવેદન આપતા કહ્યું હતું કે, ભારત અને અફઘાનિસ્તાન રાજકીય અને આર્થિક સહયોગ વધારવા અને ચાબહાર પોર્ટ દ્વારા વેપાર વધારવામાં રસ ધરાવે છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: મહાગઠબંધનમાં સીટ ફાળવણીના અટકેલા મામલા વચ્ચે, હવે શું રાજ ઠાકરે પણ મહાયુતિ જૂથના ગઠબંધનમાં જોડાશે? : અહેવાલ.
બીજી તરફ તાલિબાનના વિદેશ મંત્રાલયે માનવતાવાદી સહાય મોકલવા બદલ ભારતનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. તેમ જ વિદેશ મંત્રી મુત્તાકીએ કહ્યું હતું કે અમારી સંતુલિત વિદેશ નીતિને અનુરૂપ અમે ભારત સાથે રાજકીય અને આર્થિક સંબંધોને મજબૂત કરવા માંગીએ છીએ. એફએમ મુત્તાકીએ ભારતના સંયુક્ત સચિવને અફઘાન ઉદ્યોગપતિઓ, દર્દીઓ અને વિદ્યાર્થીઓ માટે વિઝા આપવાની પ્રક્રિયાને સરળ બનાવવા પણ વિનંતી કરી હતી.
દરમિયાન, તાલિબાનના વિદેશ મંત્રીને મળ્યા બાદ સંયુક્ત સચિવ જેપી સિંહે અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના ઐતિહાસિક સંબંધો પર ચર્ચા કરી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)