Ae watan mere watan: એ વતન મેરે વતન માંથી ઇમરાન હાશ્મી નો લુક થયો જાહેર, પહેલીવાર અભિનેતા એ ભજવી છે આવી ભૂમિકા

Ae watan mere watan: સારા અલી ખાન ની ફિલ્મ એ વતન મેરે વતન 21 માર્ચે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે.હવે આ ફિલ્મ માંથી ઇમરાન હાશ્મી નો લુક જાહેર થયો છે. જેમાં તે સ્વાતંત્ર્ય સેનાની ની ભૂમિકામાં જોવા મળશે.

by Zalak Parikh
emraan hashmis first look from ae watan mere watan

News Continuous Bureau | Mumbai 

Ae watan mere watan: સારા અલી ખાન ફિલ્મ એ વતન મેરે વતન ના પ્રમોશન માં વ્યસ્ત છે. આ ફિલ્મ 21 માર્ચે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે. સારા અલી ખાન સાથે આ ફિલ્મમાં તેની સાથે ઈમરાન હાશ્મી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાંથી ઇમરાન નો લુક જાહેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં તે રામ મનોહર લોહિયાના રોલમાં જોવા મળશે.તમને જણાવી દઈએ કે, રામ મનોહર લોહિયાએ અંડરગ્રાઉન્ડ રેડિયોની સ્થાપના અને સંચાલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જે ભારત છોડો આંદોલન દરમિયાન મહત્વપૂર્ણ હતું.

આ સમાચાર પણ વાંચો : Elvish Yadav: ડ્રામેબાજ નીકળ્યા યૂટ્યૂબર, એલ્વિશ યાદવ અને મેક્સટર્ન વચ્ચે થયું સમાધાન, ફોટો શેર કરતા લખી આવી વાત

 

ઇમરાન હાશ્મી નો લુક 

એ વતન મેરે વતન માં પોતાના પાત્ર વિશે વાત કરતા ઇમરાન હાશ્મી એ મીડિયા ને જણાવ્યું કે, “મેં આ પહેલાં ક્યારેય સ્વતંત્રતા સેનાનીની ભૂમિકા ભજવી નથી, અને મારી જાતને રામ મનોહર લોહિયાના રૂપમાં ઢાળવાની તક મળી તે ખૂબ જ સન્માનની વાત છે. મેં કન્નન અને દરબ સાથે નજીકથી કામ કર્યું અને તેઓએ કરેલા વ્યાપક સંશોધનને સમજવાનો, લોહિયાજી ના ઇતિહાસ અને પ્રવાસને સમજવાનો અને તેમાં મારી પોતાની શૈલી ઉમેરવાનો પ્રયાસ કર્યો. તેમના અપાર યોગદાનથી ભારતના સમગ્ર ઇતિહાસને આકાર મળ્યો છે અને તે ખરેખર નોંધપાત્ર છે. હું રાહ જોઈ રહ્યો છું કે દર્શકો મને આ નવા રૂપમાં જુએ. એક એવી વાર્તાનો ભાગ બનવું એ એક વિશેષાધિકાર છે જે માત્ર કહેવાને જ લાયક નથી, પરંતુ આવનારી પેઢીઓને પ્રેરણા આપશે.”

 

View this post on Instagram

 

A post shared by prime video IN (@primevideoin)


આ ફિલ્મ નું નિર્માણ કરણ જોહર, અપૂર્વ મહેતા અને સોમેન મિશ્રા દ્વારા કરવામાં આવ્યું છે. કન્નન અય્યર દ્વારા નિર્દેશિત આ ફિલ્મની વાર્તા ઐય્યર અને દરબ ફારૂકી દ્વારા લખવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More