Aamir khan birthday: આ સ્વતંત્રતા સેનાની નો વંશજ છે આમિર ખાન, જાણો અભિનેતા ના જન્મદિવસ જોડાયેલી રસપ્રદ વાતો

Aamir khan birthday: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાન નો આજે જન્મદિવસ છે અભિએન્ટ આજે તેનો 59 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. તો ચાલો જાણીયે તેના વિશે રસપ્રદ વાતો

by Zalak Parikh
aamir khan birthday know some unknown facts about actor life

News Continuous Bureau | Mumbai

Aamir khan birthday: આજે બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાન નો જન્મદિવસ છે. આમિરનો જન્મ 14 માર્ચ 1965ના રોજ મુંબઈમાં થયો હતો અને તે અભિનેતા હોવા ઉપરાંત નિર્માતા, દિગ્દર્શક અને સ્ક્રીન પ્લે લેખક પણ છે.આમિર ખાને પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી ફિલ્મો આપી છે.આમિર ખાને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કયામત સે કયામત તક થી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. તેની પહેલી જ ફિલ્મ પછી તે રાતોરાત સુપરસ્ટાર બની ગયો. આમિર ખાન ભારતીય સ્વતંત્રતા સંગ્રામ ના હીરો મૌલાના અબુલ કલામ આઝાદ સાથે સંબંધ ધરાવે છે.

આ સમાચાર પણ વાંચો : Priyanka chahar choudhary: શું જલ્દી જ લગ્નના બંધનમાં બંધાશે અંકિત ગુપ્તા અને પ્રિયંકા ચહર ચૌધરી? અભિનેત્રી એ જણાવી હકીકત

 

સ્વતંત્રતા સેનાની નો વંશજ છે આમિર ખાન 

આમિર ખાનના પિતા તાહિર હુસૈન જાણીતા ફિલ્મ નિર્માતા હતા અને કાકા નાસિર હુસૈન પ્રખ્યાત નિર્દેશક હતા. 4 ભાઈ-બહેનોમાં સૌથી મોટા આમિરનું પૂરું નામ મોહમ્મદ આમિર હુસૈન ખાન છે. આમિર ખાન ના પૂર્વજો અફઘાનિસ્તાનના છે. આમિર ખાનના પિતા સ્વતંત્રતા સેનાની મૌલાના આઝાદના વંશજ છે, જેમણે અફઘાનિસ્તાનથી ભારત આવ્યા બાદ સ્વતંત્રતા સંગ્રામને સમર્થન આપ્યું હતું.સ્વતંત્ર ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈન પણ આમિર ખાનના પૂર્વજો માંથી એક હતા. આમિર હુસૈન અને ખાન પરિવારનો છે. 

 

View this post on Instagram

 

A post shared by Aamir Khan (@amirkhanactor_)


આમિર ખાન વિશે બહુ ઓછા લોકો જાણે છે કે તે ટેનિસ ચેમ્પિયન રહી ચુક્યો છે. આમિર ખાન તેના શાળાના દિવસોમાં એક ઉત્તમ ટેનિસ ખેલાડી હતો. આટલું જ નહીં, તેણે તેની શાળા માટે રાજ્ય સ્તરની ઘણી ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને તે ચેમ્પિયન પણ રહ્યો છે. આ સિવાય તે નેશનલ લેવલનો ટેનિસ પ્લેયર પણ રહી ચૂક્યો છે. આ માહિતી આમિરના પિતા તાહિર હુસૈને પોતે આપી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More