News Continuous Bureau | Mumbai
Lok Sabha Election: ભાજપે બુધવારે મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીને લઈને 20 ઉમેદવારોની યાદી બહાર પાડી. જેમાં ભાજપે ( BJP ) અનેક ઉમેદવારોની ટિકિટ રદ કરી હતી. જેમાં મુંબઈ નોર્થથી ગોપાલ શેટ્ટી ( Gopal Shetty ) અને નોર્થ ઈસ્ટ મુંબઈથી મનોજ કોટકની ટિકિટ પણ રદ્દ થવાને લઈને હવે કાર્યકર્તાઓમાં ભારે નારાજગી સામે આવી રહી છે. ચૂંટણીમાં શેટ્ટીને ટિકિટ ન મળતાં કાર્યકરોએ તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ભાજપના નેતા ગોપાલ શેટ્ટીએ મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, કાર્યકરોને વિરોધ કરવાનો અધિકાર છે. જે કાર્યકરો સાથે મે લાંબા સમયથી કામ કર્યું છે. તેમને આંચકો લાગે તે સ્વાભાવિક છે.
#WATCH | Mumbai, Maharashtra: On not getting a ticket, BJP leader Gopal Shetty, party leader says, ” …I got to know that such a decision has been taken…I will keep working, I have always worked, I did not join the party for post or money…today I feel relaxed, earlier I had… pic.twitter.com/p3AizIXBt0
— ANI (@ANI) March 13, 2024
ઉલ્લેખનીય છે કે, ભાજપે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને ( Piyush Goyal ) ઉત્તર મુંબઈથી ( North Mumbai ) મેદાનમાં ઉતાર્યા છે. ગોયલ હાલમાં રાજ્યસભાના સભ્ય છે. ગોપાલ શેટ્ટીના સમર્થકો તેમના નેતાને ટિકિટ ન મળવાથી નારાજ દેખાય હતા અને કેટલાક કાર્યકરોએ તો વિરોધ આંદોલન પણ શરૂ કર્યું હતું.
હું પાર્ટી માટે કામ કરવાનું ચાલુ રાખીશઃ ગોપાલ શેટ્ટી…
કાર્યકર્તાઓના ગુસ્સાને લઈને ભાજપના નેતા ગોપાલ શેટ્ટીએ વધુમાં કહ્યું હતું કે, તેમને વિરોધ કરવાનો અને આંદોલન કરવાનો અધિકાર છે. તેઓ એક-બે દિવસ આ કામ કરશે. આવા અનેક વિરોધો આપણે જોયા છે અને કર્યા છે. જેમની સાથે લાંબા સમય સુધી કામ કરવાની તક મળી હોય તેવા કાર્યકરોને આઘાત લાગે તે સ્વાભાવિક છે. પરંતુ હું માનું છું કે આ બેઠક પરથી ચૂંટણી જીતવી અને શાનદાર રીતે કામ કરવું અને જનતાનું આટલું મોટું સમર્થન મેળવવું એ કોઈ નાની વાત નથી.
આ સમાચાર પણ વાંચો : Bombay High Court: સીઆઈએસએફ અધિકારીએ લીંબુ માટે અડધી રાત્રે પડોશીનો દરવાજો ખખડાવવો, અયોગ્ય વર્તનઃ બોમ્બે હાઈકોર્ટ..
બીજેપી નેતા ગોપાલ શેટ્ટીએ જો કે, એમ પણ કહ્યું કે, હું પાર્ટી માટે કામ કરવાનું ચાલુ રાખીશ. તેઓ પદ, પ્રતિષ્ઠા કે પૈસા માટે પાર્ટીમાં આવ્યા નથી. તેમણે કહ્યું કે આજે હું હળવાશ અનુભવી રહ્યો છું. અગાઉ સાંસદ ( MP ) તરીકે મારે પક્ષની મર્યાદામાં રહીને કામ કરવું પડતું હતું. ગોપાલ શેટ્ટીએ વધુમાં કહ્યું કે કાર્યકરોએ લાંબા સમય સુધી સમર્થન અને સહકાર આપ્યો આ માટે હું તેમને અભિનંદન કરીશ.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)