આલિયા ભટ્ટ ના પિતા મહેશ ભટ્ટ એક પીઢ ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક છે, જ્યારે બહેન પૂજા ભટ્ટ પણ એક મહાન અભિનેત્રી રહી છે.
આલિયા બાળપણથી જ તેની બહેન પૂજાની જેમ અભિનેત્રી બનવા માંગતી હતી. તેની ઝલક તેની એક્ટિંગમાં પણ જોવા મળે છે.
આલિયા માત્ર છ વર્ષની હતી ત્યારે તેણે સંઘર્ષ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટાના બાળપણનું પાત્ર ભજવ્યું હતું અભિનેત્રી તરીકે આલિયા એ સ્ટુડન્ટ ઑફ ધ યર થી ડેબ્યૂ કર્યું હતું.
આલિયાએ એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે,જ્યારે તેણે ફિલ્મ 'બરફી' જોઈ ત્યારે તે રણબીરના પ્રેમમાં પડી ગઈ હતી. રણબીર અને આલિયા વચ્ચે પ્રેમ ફિલ્મ બ્રહ્માસ્ત્ર થી ખીલ્યો
આલિયાના મુંબઈમાં બે ફ્લેટ છે. જેની કિંમત 13 કરોડ અને 32 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આલિયાના લંડનના ઘરની કિંમત ભારતીય રૂપિયામાં 37 કરોડ રૂપિયા સુધી છે.