News Continuous Bureau | Mumbai
Yeh rishta kya kehlata hai: ટીવીની લોકપ્રિય સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ સિરિયલ માં લિપ આવ્યા બાદ સિરિયલ માં અભીરા ની ભૂમિકા માં સમૃદ્ધિ શુકલા, અરમાન ની ભૂમિકા માં શહજાદા ધામી અને રુહી ની ભૂમિકામાં પ્રતીક્ષા હોનમુખે જોવા મળી રહ્યા છે. હવે તાજેતરમાં જ એવા સમાચાર સામે આવ્યા છે કે શો માંથી અરમાન અને રુહી એટલે કે શહજાદા અને પ્રતીક્ષા ને કાઢી મુકવામાં આવ્યા છે. શોના નિર્માતા રાજન શાહીએ બંનેને તેમના બિનવ્યાવસાયિક વર્તનને કારણે શોમાંથી બહાર કરી દીધા છે. શોમાંથી બહાર થયા પછી, પ્રતિક્ષા એ તેના સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટીક પોસ્ટ શેર કરી છે.
આ સમાચાર પણ વાંચો : YRKKH: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં શહજાદા અને પ્રતીક્ષા બાદ હવે આ ટીવી સ્ટાર્સ ભજવશે અરમાન અને રુહી ની ભૂમિકા! સામે આવ્યા નામ
પ્રતીક્ષા એ પોસ્ટ કરી ક્રિપ્ટીક નોટ
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અભિનેત્રી પ્રતિક્ષાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્રિયંકા ચોપરાનું એક ક્વોટ શેર કર્યું છે જેમાં લખ્યું છે કે, ‘હિંમત સત્યને જાણીને તેની સાથે ઊભા રહેવાથી આવે છે, તેથી જ તે ખાસ છે’. જોકે, આ સિવાય શહેજાદા અને પ્રતિક્ષા બંને તરફથી શોમાંથી બહાર કાઢવા અંગે કોઈ નિવેદન આવ્યું નથી.
રિપોર્ટ્સ અનુસાર, શહજાદા અને પ્રતિક્ષા ઘણા સમયથી સેટ પર હાજર લોકો અને ક્રૂ સાથે ખરાબ વર્તન કરી રહ્યા હતા. રાજન શાહીની અનેક ચેતવણીઓ પછી પણ બંનેનું આ વલણ બદલાયું નહીં તેથી તેમને શો માંથી પડતા મુકવામાં આવ્યા છે.