Teri baaton main aisa uljha jiya:થિયેટર બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો શાહિદ કપૂર ની ફિલ્મ

Teri baaton main aisa uljha jiya: શાહિદ કપૂર અને કૃતિ સેનન ની સાયન્સ ફિક્શન રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા' આખરે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ ,મળ્યો હતો. હવે દર્શકો આ ફિલ્મ ને ઘરે બેઠા જોઈ શકશે.

by Zalak Parikh
teri baaton main aisa uljha jiya ott release know where and when watch shahid kapoor film

News Continuous Bureau | Mumbai

Teri baaton main aisa uljha jiya: શાહિદ  કપૂર અને કૃતિ સેનન ની સાયન્સ ફિક્શન રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. દર્શકો ને આ ફિલ્મ ખુબ પસંદ આવી હતી. આ ફિલ્મ માં પહેલીવાર શાહિદ કપૂર અને કૃતિ સેનન એ કામ કર્યું હતું. ફિલ્મ માં બંને ની કેમેસ્ટ્રી પણ લોકો ને પસંદ આવી હતી. હવે જે લોકો એ આ ફિલ્મ થિયેટર માં નથી જોઈ તેના માટે સારા સમાચાર છે હવે દર્શકો આ ફિલ્મ ને ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકે છે. જી હા શાહિદ કપૂર ની આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઇ ગઈ છે. 

આ સમાચાર પણ વાંચો : Kushal tandon: શું બરસાતે ફેમ અભિનેત્રી શિવાંગી જોશી ને ડેટ કરી રહ્યો છે કુશાલ ટંડન? અભિનેતા ની એક પોસ્ટ એ વધારી ચાહકો માં ઉતેજના

‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’  થઇ ઓટિટિ પર રિલીઝ 

શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા 9 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મ ઓટિટિ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થઇ ગઈ છે. પ્રાઈમ વીડિયોએ તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર શેર કરીને આની જાહેરાત કરી છે. આ ફિલ્મ 4 એપ્રિલના રોજ પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by prime video IN (@primevideoin)


આ ફિલ્મમાં શાહિદ કપૂર અને કૃતિ સેનન ઉપરાંત દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને ડિમ્પલ કાપડિયા પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ દ્વારા શાહિદ કપૂર લગભગ 2 વર્ષ પછી મોટા પડદા પર પાછો ફર્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More